• Home
  • News
  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 3282 લોકોના મોત, WHOએ કહ્યું- બચાવ માટે પૂરતા પ્રયાસ નહીં કરનારા દેશની લાંબી યાદી છે
post

વિશ્વભરમાં કોરોના વાઈરસથી સંક્રમણના 98,369 કેસની પુષ્ટી, સૌથી વધારે ચીનમાં 80,552

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-06 11:56:21

બેઈજીંગઃ કોરોના વાઈરસની ચપેટમાં વિશ્વના આશરે 80 દેશ આવી ગયા છે. તેને લીધે અત્યાર સુધી 95 હજાર કરતા વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે, જ્યારે 3282 લોકોના મોત થયા છે.બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગુરુવારે કહ્યું હતું કે કોરોનાગ્રસ્ત દેશની યાદી લાંબી છે, જે વાયરસથી બચવા માટે કંઈ જ કરી રહ્યા નથી. ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ ઘેબ્રેયોસુસે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જીનિવામાં કહ્યું કે મહામારીનો સામનો કરવા માટે પ્રતિબદ્ધતાનો અભાવ જોવા મળે છે. આ સમય પીછેહઠ કરવાનો નહીં પણ સાથે મળીને લડવાનો છે.

વિશ્વભરમાં આ સ્થિતિ

એશિયા
એવું માનવામાં આવે છે કે ચીનના વુહાનના સી-ફૂડ અને પોલ્ટ્રી માર્કેટથી વાઈરસ ફેલાયો હતો. વુહાનની વસ્તી 1.1 કરોડ છે. વાયરસગ્રસ્ત લોકોથી લોકોમાં તેનો ફેલાવો થયો. જોકે, એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે વાઈરસ ઝડપથી કેવી રીતે ફેલાઈ રહ્યો છે અને તેને કેવી રીતે જોખમી સ્વરૂપ ધારણ કર્યું? એશિયામાં દક્ષિણ કોરિયા, ઈરાન સૌથી વધારે અસરગ્રસ્ત છે.

ભારતમાં કોરોના વાઈરસના 30 કેસ સામે આવ્યા છે. આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને ગુરુવારે કહ્યું હતું કે પ્રધાનોના સમૂહ તમામ પીડિતો પર નજર રાખી રહ્યા છે. વિદેશમાંથી આવનારા તમામ લોકોની 21 જેટલા એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે દક્ષિણ કોરિયા અને ઈટાલીથી આવનારા લોકોને કોરોના વાઈરસમુક્ત હોવાનું સર્ટીફિકેટ દેખાડવાનું રહેશે. રાજસ્થાનમાં ઈટાલીના બે પર્યટકો કોરોના વાઈરસથી પીડિત મળ્યા બાદ આ પર્યટકોના 26 સભ્ય સમૂહના સંપર્કમાં આવેલા લોકો પૈકી 247 લોકોની તપાસ કરવામાં આવી છે. આ તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. બીજીબાજુ વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે કોરોના વાઈરસને લીધે આ મહિને યોજાનાર ભારત-ઈયુ સમ્મેલન અટકાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમા ભાગ લેવા માટે બ્રસેલ્સ જવાના હતા.

ઈરાન

ઈરાનમાં અત્યાર સુધીમાં 107 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમણના 3513 કેસ સામે આવ્યા છે. બીજીબાજુ, શુક્રવારથી ભારત અને ઈરાન વચ્ચે પોતાના નાગરિકોને લઈ જવા માટે વિશેષ વિમાન સેવા શરૂ કરવામાં આવશે. જાણકારી પ્રમાણે ઈરાનમાં આશરે બે હજાર ભારતીય નાગરિકો ફસાયા છે, જ્યારે ભારતમાં ઈરાનના એટલા જ નાગરિકો ફસાયા છે. બીજીબાજુ વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે મેડિકલ ટીમ ગુરુવાર સાંજ સુધી ઈરાન પહોંચી જશે. બાદમાં લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી શકે છે.

દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયામાં કોરોના વાઈરસને લીધે અત્યાર સુધીમાં સંક્રમણના 6284 કેસ સામે આવ્યા છે, જ્યારે 40 લોકોના મોત થઈ ચુક્યા છે.

ચીનમાં સંક્રમણના 143 નવા કેસ

કોરોના વાઈરસને લીધે ચીનમાં અત્યાર સુધીમાં 3015 લોકોના મોત થયા છે. બીજી બાજુ સંક્રમણના 80552 કેસની પૃષ્ટી થઈ ચે. ચીનની બહાર 267 લોકોના મોત થયા છે. ચીનના હેલ્થ કમિશને શુક્રવારે જણાવ્યું હતું કે ગુરુવારે સંક્રમણના 143 નવા કેસ નોંધાયા છે અને 30 લોકોના મોત થયા છે. આ પૈકી 29 મોત હુબેઈ પ્રાંતમાં થયા છે. આ સાથે હુબેઈ પ્રાંતમાં સૌથી વધારે 2931 લોકોના મોત થયા છે. મહામારીનું કેન્દ્ર ચીનના વુહાન શહેરમાં છે, જે હુબેઈ પ્રાંતમાં છે.

યુરોપ

ઈટાલીના 22 રાજ્યમાં વાઈરસ

યુરોપમાં ઈટાલી સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં 148 લોકોના મોત થયા છે. ચીનની બહાર બીજો સૌથી વધારે પ્રભાવીત દેશ ઈટાલી છે. ઈટાલીના 22 રાજ્ય આ વાઈરસની ચપેટમાં છે. બીજી બાજુ 3858 કેસ સામે આવ્યા છે. તેના જોખમને જોતા દેશભરની શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.

અમેરિકામાં 12 લોકોના મોત

ન્યૂયોર્ક ટાઈમ્સના એક ડેટાબેઝ પ્રમાણે લેબ ટેસ્ટમાં ગુરુવાર સાંજ સુધીમાં કોરોના વાઈરસથી સંક્રમણના 215 કેસ સામે આવ્યા છે અને 12 લોકોના મોત થયા ચે. મરનાર પૈકી મોટાભાગના જાપાનના ડાયમંડ પ્રિન્સેજ શિપમાંથી પરત ફરેલા યાત્રી છે. અમેરિકા લાવવામાં આવેલા લોકોને અત્યાર સુધી અલગ-થલગ રાખવામાં આવ્યા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post