• Home
  • News
  • દિલ્હીમાં સોરેનના ઘરેથી મળ્યા આટલા લાખ રોકડા, BMW કાર પણ જપ્ત, ઝારખંડમાં કંઈક મોટું થવાના એંધાણ
post

ઝારખંડના સીએમના દિલ્હી સ્થિત આવાસ સહિત ત્રણ ઠેકાણા પર EDના દરોડા

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-30 16:27:07

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં મુકાયા છે. EDએ ઝારખંડના સીએમના દિલ્હી સ્થિત આવાસ સહિત ત્રણ ઠેકાણા પર દરોડા પાડ્યા છે. કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા સોરેનના ઠેકાણા પર સર્ચ ઓપરેશન બાદ એજન્સીએ કેશ, કાર અને દસ્તાવેજ મળ્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, તપાસ એજન્સીની સીએમ સોરેન સાથે મુલાકાત નથી થઈ શકી, જેમની રવિવાર સુધી દિલ્હીમાં જ હોવાની સૂચના હતી. EDના સૂત્રોએ જણાવ્યું કે, SUV કાર ઉપરાંત સોરેનના ઠેકાણા પરથી 36 લાખ રોકડ જપ્ત કર્યા છે. 


કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ સોમવારે સવારે રાજધાની દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત સોરેનના આવાસ પર પહોંચી હતી. ટીમ અહીં લગભગ 13 કલાક સુધી રોકાઈ હતી. EDના સૂત્રોએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સીએમ હેમંત સોરેન બંગલા પર હાજર નહોતા. દરોડા દરમિયાન 36 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. હરિયાણા નંબર પ્લેટવાળી BMW કાર પણ મળી આવી હતી જે 'બેનામી' નામથી રજિસ્ટર્ડ છે. આ ઉપરાંત કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું છે. 

હેમંત સોરેનના ઘરમાંથી નોટોના બંડલ મળ્યા

EDએ હેમંત સોરેનના ઘરેથી મળેલા કેશની તસવીર પણ જારી કરી છે. આ તસવીરમાં 500ની નોટોના અનેક બંડલ નજર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ રકમ 36 લાખ રૂપિયા છે. મળી આવેલ રોકડ રકમને EDએ જપ્ત કરી લીધી છે. 

ઝારખંડમાં કંઈક મોટું થવાના એંધાણ

હવે કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા મુખ્યમંત્રી હેમંત સોરેનના 'ગાયબ' હોવાના બીજેપીના દાવા વચ્ચે ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ તેજ થઈ ગઈ છે. ઝારખંડમાં કંઈક મોટું થવાના એંધાણ છે. ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાનીવાળી સરકારના તમામ ધારાસભ્યોને રાંચીમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી ધારાસભ્યોને ઝારખંડની રાજધાની રાંચી ન છોડવા અને મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. 

આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે EDની ટીમ દિલ્હીમાં સીએમ સોરેનના ત્રણ ઠેકાણા પર સોમવારે પહોંચી હતી પરંતુ સીએમ તેમને તેમના આવાસ પર નહોતા મળ્યા. ભાજપનો દાવો છે કે, સોરેન ભાગી ગયા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post