• Home
  • News
  • રામ મંદિરના નામે કેટલાક લેભાગુ ચુનો લગાવી રહ્યા છે, વિશ્વ હિંદુ પરિષદે ચેતવણી આપી
post

અયોધ્યા અને શ્રીરામલલાના નામ પર ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રસાદનું પણ વેચાણ થઈ રહ્યુ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-17 20:14:45

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે પરંતુ તે પહેલા ઘણી તૈયારીઓ પણ ચાલી રહી છે. જોકે રામ મંદિરના નામ પર એક નવો સ્કેમ પણ શરૂ થઈ ગયો છે અને તેણે વિશ્વ હિંદુ પરિષદની ચિંતા પણ વધારી દીધી છે. કેમ કે હવે લોકો પાસેથી આના નામ પર રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. ઘણા સ્થળો પર VIP Entry ની પણ લોકોને લાલચ આપવામાં આવી રહી છે. દરમિયાન સૌ એ ખૂબ સતર્ક રહેવાની જરૂર છે.

VHP પ્રવક્તા વિનોદ બંસલે આ મુદ્દે એક ચેતવણી જારી કરી દીધી છે. આ સાથે જ તેમણે આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે. અમુક સ્ક્રીનશોટ શેર કરતા તેમણે લખ્યુ કે રામભક્તો ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે જ તેમણે લોકોને સાવધાન રહેવાની પણ અપીલ કરી છે. દરમિયાન જો તમારી પાસે પણ કોઈ આ મુદ્દે રૂપિયાની માંગ કરે છે તો તમારે તાત્કાલિક સાવધાન થઈ જવુ જોઈએ.

વિનોદ બંસલે ટ્વીટ કરતા લખ્યુ, રામ ભક્તો સાથે VIP દર્શનના નામે વધુ રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. આ અસહનીય છે. દરમિયાન સૌએ સતર્ક રહેવાની જરૂર છે. આ સિવાય ઓનલાઈન સેલ સાઈટ એમેઝોન પર પણ ઘણી એવી જાહેરાત બતાવવામાં આવી રહી છે જે રામ મંદિર સંબંધિત પ્રસાદ આપવાનો દાવો કરી રહી છે જ્યારે આવુ બિલકુલ નથી. બંસલે એમેઝોનને ચેતવણી આપતા લખ્યુ કે તેમણે આવી જાહેરાતને તાત્કાલિક હટાવી દેવી જોઈએ. 

અયોધ્યાના નામ પર પ્રસાદનું વેચાણ થઈ રહ્યુ છે

અયોધ્યા અને શ્રીરામલલાના નામ પર ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રસાદનું પણ વેચાણ થઈ રહ્યુ છે. જ્યાં લોકો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે જ્યારે આનો સંબંધ અયોધ્યા અને રામલલા સાથે બિલકુલ નથી. એમેઝોન અને ફ્લિપકાર્ડ જેવા પ્લેટફોર્મ પર ઘણા યુઝર આ પ્રોડક્ટ વેચી રહ્યા છે. જોકે આવી છેતરપિંડીને રોકવા માટે સતત પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. દરમિયાન તમારે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે.


adv

Related News

post
post
post
post
post
post
post