• Home
  • News
  • ઓસ્કર માટે સાઉથ સુપરસ્ટાર રામચરણની કઠોર સાધના! એરપોર્ટ પર ઉઘાડા પગે ને કાળા કપડાંમાં જોવા મળ્યો
post

'RRR'ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ તથા ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ્સમાં 2 અવૉર્ડ મળ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-21 18:48:08

હૈદરાબાદ: સાઉથ સુપરસ્ટાર રામચરણ તેજા 20 ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. રામચરણ ઓસ્કર અવૉર્ડ 2023 માટે અમેરિકા જવા રવાના થયો હતો. એરપોર્ટ પર રામચણ ખુલ્લા પગે તથા કાળા કપડાંમાં જોવા મળ્યો હતો. રામચરણે અય્યપા દીક્ષા લીધી છે. ઓસ્કર અવૉર્ડ 12 માર્ચે અમેરિકામાં યોજાશે. ફિલ્મ ‘RRR’ના નાટૂ નાટૂગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કર નોમિનેશન મળ્યું છે.

ફિલ્મમાંથી બ્રેક લીધો
રામચરણ હાલમાં ફિલ્મ 'RC 15'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના ડિરેક્ટર શંકર છે. ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લઈને રામચરણ ઓસ્કર સેરેમનીમાં હાજરી આપવા માટે અમેરિકા ગયો છે. રામચરણ અમેરિકામાં વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લેશે અને છેલ્લે લોસ એન્જલસમાં આયોજીત ઓસ્કર સેરેમનીમાં ભાગ લઈને ભારત પરત ફરશે. રામચરણે 10 ફેબ્રુઆરીથી આ વ્રત શરુ કર્યું હોવાનું માનવામાં આવે છે.

 

20 વર્ષની ઉંમરથી અનુષ્ઠાન કરે છે
રામચરણ 20 વર્ષનો હતો ત્યારથી આ અનુષ્ઠાન કરે છે. આટલું જ નહીં રામચરણ વર્ષમાં બેવાર આ અનુષ્ઠાન પૂરી શ્રદ્ધા સાથે કરે છે. ગયા વર્ષે ફિલ્મ RRR સફળ થઈ પછી એપ્રિલ મહિનામાં તેણે આ વ્રત કર્યું હતું.

રામચરણે 41 દિવસના ઉપવાસ રાખ્યા
કેરળના સબરીમાલામાં ભગવાન અયપ્પાનાં દર્શન કરવા જતાં પહેલાં 41 દિવસ સુધી કઠોર અનુષ્ઠાન કરવું પડે છે. આને મંડલમ કહેવામાં આવે છે. આ માટે 41 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. કેસરી અથવા કાળાં કપડાં પહેરવાનાં હોય છે. ગળામાં તુલસીની માળા પહેરવાની હોય છે. માથામાં તિલક કરવાનું હોય છે. માત્ર એક ટાઇમ સાદું ભોજન જમવાનું હોય છે. આ દિવસોમાં નોનવેજ ખાઈ શકાતું નથી. સાંજે પૂજા કરવાની હોય છે. જમીન પર જ સૂવાનું હોય છે.

યાત્રા દરમિયાન માથે ઇરુમૂડી રાખવાની હોય છે
સબરીમાલાનાં દર્શન કરતી વખતે માથે ઇરુમૂડી રાખવાની હોય છે, જેમાં બે થેલી તથા એક થેલો હોય છે, આમાં ઘીથી ભરેલું નારિયેળ, પૂજા સામ્રગી, ભોજન હોય છે. માથે લઈને શબરી પીઠની પરિક્રમા કરવાની હોય છે, ત્યાર બાદ 18 સીડી ચઢીને મંદિરમાં પ્રવેશ મળે છે.

ગોલ્ડન ગ્લોબ ને ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ મળ્યા
'RRR'
ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ તથા ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ્સમાં 2 અવૉર્ડ મળ્યા હતા. એસ એસ રાજમૌલિની આ ફિલ્મને ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ્સમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તથા 'નાટૂ નાટૂ'ને બેસ્ટ સોંગનો અવૉર્ડ મળ્યો છે. ગોલ્ડન ગ્લોબમાં 'નાટૂ નાટૂ'ને શ્રેષ્ઠ ઓરિજિનલ સોંગનો ખિતાબ મળ્યો હતો.

ગયા વર્ષે માર્ચમાં ફિલ્મ રિલીઝ થઈ હતી
ફિલ્મ 'RRR' ગયા વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને એણે બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મમાં આ બે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આઝાદી પૂર્વેની કાલ્પનિક વાર્તા પર આધારિત હતી.

રામચરણ આ વર્ષે બાળકનો પિતા બનશે
રામચરણ લગ્નના 10 વર્ષ બાદ પિતા બનવાનો છે. રામચરણ તથા ઉપાસનાએ ગયા વર્ષે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ચાહકો સાથે આ ગુડ ન્યૂઝ શૅર કર્યા હતા. રામચરણે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'શ્રી હનુમાનજીના આશીર્વાદની સાથે અમને એ જણાવતા આનંદ થાય છે કે ઉપાસના તથા રામચરણ પોતાનું પહેલું બાળક એક્સપેક્ટ કરી રહ્યા છે.' રામચરણ તથા ઉપાસનાએ 14 જૂન, 2012ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ એક વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post