• Home
  • News
  • સ્પેન અને ઈટલીમાં સ્થિતિ વણસીઃ ડોક્ટર અને નર્સોએ કહ્યું- અમે હિંમત હારી રહ્યા છીએ; બન્ને દેશોમાં કોરોનાના કુલ દર્દીમાંથી 10% થી 13% હેલ્થ વર્કર્સ સામેલ
post

ઈટલી અને સ્પેનના હેલ્થ કેર સિસ્ટમની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે, પણ સાધનોની ખામી સર્જાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 13:51:58

મૈડ્રિડઃ કોરોના વાઈરસથી સ્પેન અને ઈટલીમાં સ્વાસ્થ્ય સેવાઓ ઘણી પ્રભાવિત થઈ છે. દુનિયાભરમાં તેમની હેલ્થ કેર સિસ્ટમના કારણે જાણીતા આ દેશોમાં સુરક્ષા ઉપકરણો, સૂટ અને માસ્કની પણ અછત સર્જાઈ છે. સંક્રમણના સંકજામાં ઘણા ડોક્ટર અને નર્સ પણ આવી ચુક્યા છે. મૈડ્રિડના લા પાજ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં કામ કરનારી નર્સ પૈટ્રીશિયાએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ‘જ્યારે મને ખાંસી શરૂ થઈ  ત્યારે હું સપ્તાહથી દર્દીઓની ખાંસીથી ટેવાઈ ગઈ હતી. હોસ્પિટલ સંક્રમિત દર્દીઓથી ભરેલું હતું. ખાંસીનો અવાજ સાંભળી સાંભળીને અમારા કાન પાકી ગયા છે. હું સ્વસ્થ થવાની રાહ જોઈ રહી છું. જેથી મારા સાથીઓ પર પડી રહેલા ઓવરલોડને ઓછો કરી શકું.પૈટ્રીશિયા ગત સપ્તાહે કોરોના પોઝિટિવ મળી આવી હતી. 

14 માળની હોસ્પિટલમાં 11 માળ કોરોના દર્દીથી ભરેલા છે 
કોરોના વાઈરસથી દુનિયાભરના ડોક્ટર લડી રહ્યા છે. પરંતુ ઈટલી અને સ્પેનમાં યુદ્ધ હારતા જોવા મળી રહ્યા છે, કારણ કે આ દેશોમાં સુરક્ષા ઉપકરણોની સપ્તાહથી અછત જોવા મળી રહી છે. સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે અને ડોક્ટરોની સંખ્યા ઘટી રહી છે. ઘણા ડોક્ટર અને નર્સ વાઈરસના સંકજામાં આવી રહ્યા છે. મૈડ્રિડના લા પાજ હોસ્પિટલમાં પૈટ્રીશિયા સાથે કામ કરનારા ડોક્ટરો અને નર્સોએ કહ્યું કે, અમે હિંમત હારી રહ્યા છીએ. અમારે હજું વધારે સ્વાસ્થ્ય ઉપકરણોની જરૂર છે. 14 માળની હોસ્પિટલમાં 1000 બેડ છે. આ હોસ્પિટલના 11 માળ માત્ર કોવિડ-19ના દર્દીઓથી ભરેલા છે. હજુ વધારે જગ્યાની જરૂર છે. ઓછા સંક્રમણ વાળા દર્દીઓને હોસ્પિટલના જિમ અથવા ટેન્ટ હાઉસમાં રાખવામાં આવી રહ્યા છે. 

ઈટલી અને સ્પેનમાં વર્ષોથી સ્વાસ્થ્ય બજેટમાં થઈ રહેલા ઘટાડાની અસર પણ હાલ જોવા મળી રહી છે 
ઈટલીની જેમ સ્પેનની હેલ્થ કેર સિસ્ટમ પણ દુનિયાભરમાં પ્રચલિત છે. પરંતુ કોરોનાએ આ સિસ્ટમની ખામીઓને ઉઘાડી પાડી છે. ઘણા વર્ષોથી સ્વાસ્થ્ય બજેટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો હતો. મહામારીનો ભાર દેશભરની હોસ્પિટલ દબાયેલી છે. ઘણી હોસ્પિટલમાં બેડની અછત હોવાના કારણે દર્દીઓને જમીન પર સૂવાડવામાં આવ્યા છે. હોસ્પિટલના રૂમથી માંડી ઓસરી પણ દર્દીઓથી ભરેલી છે. 

સ્પેનમાં 6,500 હેલ્થ વર્કર કોરોના પોઝિટિવ 
સ્પેનમાં 6,500 હેલ્થ વર્કર સંક્રમિત થઈ ચુક્યા છે, જે કુલ સંક્રમિતો 49,515 ના 13% છે. અહીંયા ત્રણ હેલ્થ વર્કરનું મોત પણ થઈ ચુક્યું છે. ઈટલીમાં 74,386 સંક્રમિતોમાં લગભગ 10% એટલે કે 7000 હેલ્થ વર્કર સામેલ છે. જેમાંથી 19 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા હેલ્થ વર્કર સરકારને સતત સુરક્ષા ઉપકરણો આપવાની માંગ કરી રહ્યા છે. ડોક્ટરોએ એક ખુલ્લી ચિઠ્ઠીમાં લખ્યું કે, ‘અમને એકલા ન મુકશો, અમારી મદદ કરીને તમારી મદદ કરોવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિયામકે હેલ્થ વર્કરમાં મોટા પાયે સંક્રમણ ફેલાવવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો ડોક્ટર અને નર્સ સંક્રમિત થયા તો મોટા પાયે લોકો મરશે. સ્પેન અને ઈટલીમાં સ્થિતિ એટલી બગડી છે કે અહીંયા હેલ્થ વર્કર્સ માટે સૂટ અને માસ્ક પણ ઉપલબ્ધ નથી. ઘણા વર્કર્સ ઘરમાં પ્લાસ્ટિક સૂટ બનાવીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post