• Home
  • News
  • બે કાંઠે વહેતી સૂર્યપુત્રીનાં નયનરમ્ય દૃશ્યો, ધસમસતા પ્રવાહમાં ડૂબેલા વિસ્તારો આકાશમાંથી કેદ થયા
post

તાપી નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબેલા વિસ્તારો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-18 17:36:35

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે. 2.97 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં ઠલવાતાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તાપી નદીકિનારે રીતસર પાણી ઘુઘવાટા કરતું જોવા મળી રહ્યું છે. તાપી નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબેલા વિસ્તારો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.

તાપી નદીની સપાટીમાં 5 મીટરનો વધારો
ગત રોજ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જે રાત સુધીમાં સુરત પહોંચી ગયું હતું. તાપી નદીની સપાટીમાં પાંચ મીટરનો વધારો થયો હતો. 5.95 મીટરની સપાટીથી 10.95 મીટર પર પહોંચી ગઈ હતી, જેના કારણે કિનારાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.

તાપી નદી બે કાંઠે વહેતી થતાં નયનરમ્ય દૃશ્યો સર્જાયાં
હાલ તાપી નદી 10.95 મીટર સાથે વહી રહી છે. તાપીનો પ્રવાહ ખૂબ જ ભયજનક છે. હાલ ઘુઘવાટા કરતું પાણી તાપીમાં વહી રહ્યું છે. તાપી નદી બે કાંઠે વહેતી થતાં નયનરમ્ય દૃશ્યો સર્જાયાં છે. આ સાથે જ સુરતના કોઝ-વે ખાતે પણ તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post