• Home
  • News
  • વેડિંગ બાદ પહેલી વાર સાથે સ્પોટ થયા:અથિયા શેટ્ટીના ચહેરા પર લગ્નનો ગ્લો જોવા મળ્યો, પતિ કેએલ રાહુલનો હાથ પકડીને આવી
post

આ દરમિયાન અથિયાના હાથમાં લાગેલી મહેંદી સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 19:21:00

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ઇન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલે 23 જાન્યુઆરીના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પહેલી જ વાર 30 જાન્યુઆરી, સોમવારે બાંદ્રાની એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન અથિયાના હાથમાં લાગેલી મહેંદી સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.

કેઝ્યુઅલ લુકમાં અથિયા-રાહુલ
રાહુલ તથા અથિયાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળે છે. અથિયાએ ફ્લોરલ શર્ટ તથા ડેનિમ પહેર્યું હતું. રાહુલ પણ ડેનિમ તથા શર્ટમાં હતો. બંનેએ રેસ્ટોરાંમાંથી બહાર આવ્યા બાદ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આ વીડિયો જોયા બાદ સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી હતી કે અથિયાના ચહેરા પર લગ્નનો ગ્લો જોવા મળે છે.

IPL બાદ રિસેપ્શન યોજાશે
કેએલ રાહુલ તથા અથિયાએ ચાર વર્ષના ડેટિંગ બાદ 23 જાન્યુઆરી, 2023ના રોજ ખંડાલા સ્થિત સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં 100 કરતાં પણ ઓછા મહેમાનો હતા. સુનીલ શેટ્ટી IPL પૂરી થયા બાદ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપશે. આ પાર્ટીમાં 3000 કરતાં પણ વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે, તેવી ચર્ચા છે.

અથિયા-રાહુલે લગ્નની તસવીરો શૅર કરી હતી
લગ્ન બાદ અથિયા તથા કેએલ રાહુલે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી.

અથિયાએ 2015માં કરિયરની શરૂઆત કરી
અથિયાએ 2015માં સૂરજ પંચોલી સાથે ફિલ્મ 'હીરો'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત અથિયાએ 'મુબારકાં' તથા 'મોતીચૂર ચકનાચૂર'માં પણ કામ કર્યું હતું. જોકે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ ચાલી નહોતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post