• Home
  • News
  • શ્રીલંકાને ચીન પર નથી ભરોસો, ચાઈનીઝ વેક્સીનનો પ્રોગ્રામ હોલ્ડ પર રાખીને વાપરશે ભારતીય વેક્સીન
post

શ્રીલંકાઈ કેબિનટના પ્રવક્તા ડો.રમેશ પથીરાનાએ કહ્યું કે, ચીની વેક્સીન સિનોફાર્મનું ત્રીજું ટ્રાયલ હજી સુધી પૂરુ થયુ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-27 10:32:26

દુનિયાભરને કોરોના વાયરસ  (Coronavirus) ની ભેટ આપનારું ચીને  (China) ભલે તેના નાબૂદી માટે વેક્સીન બનાવી લીધી હોય, પરંતુ દુનિયાને ચીની વેક્સીન (Corona Vaccine) પર વિશ્વાસ થઈ નથી રહ્યો. હવે શ્રીલંકાએ સ્પષ્ટ કરી દીધું કે, તેને ચીનની કોરોના વેક્સીન સિનોફાર્મ (Chinese Sinopharm) પર ભરોસો નથી. શ્રીલંકાએ ચીની વેક્સીનનો ઉપયોગ રોકીને ભારતીય વેક્સીનના ઉપયોગનો નિર્ણય લીધો છે.

Trial પૂરો નથી થયો
શ્રીલંકા તરફથી કહેવામાં આવ્યું છે કે, તેને ચીનની વેક્સીન (Chinese Corona Vaccine) ના પ્રોગ્રામને હાલ હોલ્ડ પર રાખ્યો છે. તેમજ ભારતમાં બનેલ ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકની વેક્સીન (Oxford AstraZeneca vaccine) ના ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકાઈ કેબિનટના પ્રવક્તા ડો.રમેશ પથીરાના (Dr Ramesh Pathirana) એ કહ્યું કે, ચીની વેક્સીન સિનોફાર્મનું ત્રીજું ટ્રાયલ હજી સુધી પૂરુ થયુ નથી. સિનોફાર્મ વેક્સીનના રજિસ્ટ્રેશનનું ડોઝિયર પણ અમને મળ્યુ નથી. તેથી અમે હાલ તેનો પ્રોગ્રામ હોલ્ડ પર રાખ્યો છે. 

WHO એ નહિ આપી મંજૂરી
ડો.પથીરાનાએ આગળ કહ્યું કે, શ્રીલંકા સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં તૈયાર એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર જ નિર્ભર રહેશે. જ્યારે ચીની કંપની પાસેથી જરૂરી દસ્તાવેજ મળશે, તેના બાદ જ તેના પર વિચાર કરવામાં આવશે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, સિનોફાર્મ વેક્સીનની રજિસ્ટ્રેશનમાં સમય લાગશે. કેમ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશે હજી પણ તેને મંજૂરી આપી નથી, પરંતુ હાલ આ બાબતે વિચાર ચાલી રહ્યું છે. 

10 મિલિયન Doses ની ડીલ
પ્રવક્તાએ આગળ કહ્યું કે, રશિયાની વેક્સીન સ્પુતનિક V (Sputnik V) ને હજી સુધી કોઈ મંજૂરી મળી નથી. તેથઈ શ્રીલંકા પોતાના 14 મિલિયન લોકોને વેક્સીનેશન માટે ભારત દ્વારા નિર્મિત વેક્સીન પર જ નિર્ભર છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, શ્રીલંકાઈ કેબિનેટે મેડ ઈન ઈન્ડિયા વેક્સીનની 10 મિલિયન ડોઝ ખરીદવા માટે 52.5 મિલિયન ડોલરની ડીલ કરવામાં આવી છે. 

Brazil એ વેક્સીન પર શંકા કરી
આમ તો શ્રીલંકા એકમાત્ર એવો દેશ નથી, જેણે ચીનની વેક્સીન પર શંકા વ્યક્ત કરી હતી. તે પહેલા બ્રાઝિલ પણ આવુ કરી ચૂક્યો છે. બ્રાઝિલે ગત મહિને કહ્યું હતું કે, સિનોવૈક વેક્સીન Pfizer-BioNTech અને Moderna દ્વારા વિકસિત રસીની તુલનામાં ઓછી પ્રભાવી મળી આવી છે. એટલુ જ નહિ, બ્રાઝિલની લેટ-સ્ટેજ ટ્રાયલમાં ચીની વેક્સીનની પ્રભાવકારિતા 50.38 ટકા મળી આવી છે.  
 

 

adv

Related News

post
post
post
post
post
post
post