• Home
  • News
  • સરદાર સરોવરની જળસપાટીમાં વધારો થતાં 121.28 મીટરે સ્થિર
post

નર્મદા કેનાલમાં પાણીનો વધારો કરવા 6500 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 10:41:23

રાજપીપળા: નર્મદા બંધના ઉપરવાસમાંથી હાલ 16 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈને નર્મદા ડેમની સપાટી 121.28 મીટરે સ્થિર થઈ છે. હાલ ઉનાળાની પરિસ્થિમાં ડેમમાં 1450 mcm લાઈવ સ્ટોરેજનો જથ્થો સંગ્રહિત છે જે સારી બાબત કહી શકાય.


મેઈન કેનાલમાં પણ પાણીનો વધારો કરી હાલમાં 6500 ક્યુસેક પાણી છોડાયું
કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. કદાચ ચોમાસાની સિઝન નિષ્ફળ જાય તો પણ પાણીનો જથ્થો એક વર્ષ સુધી ચાલે તેટલો છે. ગુજરાતના ખેડૂતો હાલ પાણીનો પોકાર કરી રહ્યા છે. જેથી નર્મદા બંધના તંત્ર દ્વારા મેઈન કેનાલમાં પણ પાણીનો વધારો કરી હાલમાં 6500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી સૌની યોજના થકી સમગ્ર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે આપવામાં આવે છે. આ પાણી છેક રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગુજરાતને પાણીની તંગી આ વખતે નહીં પડે.

adv

Related News

post
post
post
post
post
post
post