• Home
  • News
  • સ્ટીવ સ્મિથે પિચને નુકસાન પહોંચાડવાનો કર્યો પ્રયાસ, કેમેરામાં કેદ થઈ હરકત; ICC કરી શકે છે મોટી કાર્યવાહી
post

ભારતીય બેટ્સમેન્ટ ઇન્જર્ડ હોવા છતાં ક્રિઝ પર ટકી રહ્યા હતા અને મેચ ડ્રોમાં ખેંચી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 09:35:27

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટના 5મો દિવસે રૂષભ પંત અને ચેતેશ્વર પૂજારાના નામે રહ્યો, પરંતુ સ્ટીવ સ્મિથે એવી હરકત કરી જેનાથી તે ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો. સ્ટીવ સ્મિથે તક જોઈને પિચને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટીવ સ્મિથની આ શરમજનક હરકત સ્ટમ્પ્સમાં લગાડવામાં આવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે ઓસ્ટ્રેલિયન મીડિયાએ એને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલો ત્રીજો ટેસ્ટ રોમાંચક અંદાજમાં સમાપ્ત થયો. પાંચમા દિવસની શરૂઆતમાં જીતના દાવેદાર માનવામાં આવતી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની ત્રણ જ વિકેટ ખેરવી શકી. ભારતીય બેટ્સમેન ઈજાગ્રસ્ત હોવા છતાં પિચ પર ટકી રહ્યાં. પરિણામ એ આવ્યું કે ત્રીજી ટેસ્ટ ડ્રો થઈ અને સિરીઝ હાલ 1-1થી બરાબરી પર છે. અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં જે રીતે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના બોલર્સનો સામનો કર્યો અને ચોથી ઈનિંગમાં ક્રીઝ પર ટકી રહ્યાં, તેને જોઈને દરેક લોકોએ ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી.

સ્મિથની શરમજનક હરકત
મેચની ચોથી ઈનિંગ દરમિયાન જ્યારે ડ્રિંક્સ બ્રેક થયો ત્યારે રૂષભ પંત પિચ છોડીને પાણી પીવા ગયો હતો. આ દરમિયાન સ્ટીવ સ્મિથે તક મેળવીને પોતાના જૂતાંથી પિચને નુકસાન પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ વિકેટ મેળવવા માટે હવાતિયા મારી રહી હતી, ત્યારે સ્મિથ પોતાના બોલર્સની મદદ કરવાના પ્રયાસમાં આ હરકત કરી હતી.

કેમેરામાં કેદ થઈ હરકત
સ્ટીવ સ્મિથની આ હરકત સ્ટમ્પ્સમાં લાગેલા કેમેરામાં કેદ થઈ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેને છુપાવવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન ટીવી પર જૂનાં ફુટેજ દેખાડવા લાગ્યા. તેમ છતાં સ્મિથનો આ ગુનો છુપાયો નહીં કેમકે ઓસ્ટ્રેલિયાની બહારે જે ટેલીવિઝન ફીડ મળી રહ્યાં હતા તેમાં સ્મિથ દ્વારા પિચને નુકસાન પહોંચાડતો સ્પષ્ટ જોવા મળ્યો હતો. જો કે ક્રીઝ પર પરત ફરતા જ પંતે પોતાના બેટથી પિચના તે ભાગને ફરી સમતોલ કરી દિધી હતી.

થઈ શકે છે મોટી કાર્યવાહી
સ્ટીવ સ્મિથે જે કંઈ કર્યું તે ICCની આચાર સંહિતાના અનુચ્છેદ 2.10 અંતર્ગત ગુનો માનવામાં આવે છે. તેને અનુચિત ખેલની કેટેગરીમાં રાખવામાં આવે છે. નિયમમાં કહેવામાં આવ્યું છે કે 'જો ફિલ્ડર જાણીજોઈને પિચને નુકસાન પહોંચાડે છે તો તેને લેવલ 1 કે લેવલ 2નો ગુનો માનવામાં આવે છે.' ICCના ધ્યાનમાં આવતા જ સ્ટીવ સ્મિથ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post