• Home
  • News
  • કર્ણાટકનો અજબગજબ કેસ: 20 વર્ષની ઉંમરે ચોરી હતી ભેંસ, 58 વર્ષ બાદ પોલીસે કરી આરોપીની ધરપકડ
post

મહેકરના રહેવાસી મુરલીધરરાવ માણિકરાવ કુલકર્ણીએ 25 એપ્રિલ 1965ના રોજ મહેકર પોલીસ સ્ટેશનમાં બે ભેંસ અને એક વાછરડાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 15:11:48

કર્ણાટકમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં રાજ્ય પોલીસે 58 વર્ષ બાદ ભેંસની ચોરીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ મામલો 1965નો છે. આરોપીની ઓળખ ગણપતિ વિઠ્ઠલ વાગોર તરીકે થઈ છે.

જ્યારે ભેંસની ચોરી થઈ તે સમયે આરોપીની ઉંમર માત્ર 20 વર્ષની હતી. આ કેસના એક અન્ય આરોપી કિશન ચંદરનું 11 એપ્રિલ 2006માં મૃત્યુ થઈ ગયું હતું અને તે ની વિરુદ્ધ કેસ ક્લોઝ બંધ કરી દેવામાં આવ્યો હતો.

25 એપ્રિલ 1965ના રોજ FIR નોંધાઈ હતી

મહેકરના રહેવાસી મુરલીધરરાવ માણિકરાવ કુલકર્ણીએ 25 એપ્રિલ 1965ના રોજ મહેકર પોલીસ સ્ટેશનમાં બે ભેંસ અને એક વાછરડાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 1965માં મહારાષ્ટ્રના ઉદયગીરના રહેવાસી કિશન ચંદર અને ગણપતિ વિઠ્ઠલ વાગોરની પણ ધરપકડ કરી હતી. જોકે જામીન મળ્યા બાદ આરોપી ગાયબ થઈ ગયો હતો અને કોર્ટની કાર્યવાહીમાં પણ સામેલ નહોતો થયો.

વિશેષ ટીમની રચના કરવામાં આવી

સમન્સ અને વોરંટ જારી હોવા છતાં બંને આરોપીઓ ફરાર રહ્યા હતા. આરોપીને શોધવામાં અસમર્થ પોલીસે કેસના સંબંધમાં એલપીઆર દાખલ કરી હતી. જોકે બીદર એસપી એસ.એલ. ચન્નાબસવન્નાએ તમામ એલપીઆર કેસોને ઉકેલવા માટે એક વિશેષ ટીમની રચના કરી અને ત્યારબાદ ટીમ આરોપીઓને પકડવામાં સફળ રહી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post