• Home
  • News
  • Loan વસૂલવા માટે બનાવ્યો અજીબોગરીબ નિયમ, Underwear ની પણ કરી દેશે હરાજી
post

યૂક્રેનની સરકાર (Ukraine Government) એ એવા લોકોને મજા ચખાડવા માટે કડક સખત નિયમ બનાવ્યા છે. કોવિડ 19 (Covid-19) સંક્રમણ દરમિયાન અહીંની આર્થિક સ્થિતિ (Economy) ખૂબ ડગમગી ગઇ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 11:07:58

નવી દિલ્હી: કેટલાક દેશોમાં જનતા માટે ખૂબ કડક કાયદા  (Strict Laws) બનાવવામાં આવે છે. કાયદાનું પાલન ન કરનાર વિરૂદ્ધ સરકાર (Government) સખત પગલાં ભરે છે. લોન (Loan) લીધા બાદ ન ચૂકવનારને તો તમે પણ છોડતા નહી હોવ, પરંતુ સરકારે તેમને કેમ રાહત આપે. કેટલાક લોકો લોન લઇને ફરાર થઇ જાય છે. પછી બેંકના લોકો અને એજન્સીવાળા તેમને શોધતા ફરે છે. 

યૂક્રેનની સરકાર (Ukraine Government) એ એવા લોકોને મજા ચખાડવા માટે કડક સખત નિયમ બનાવ્યા છે. કોવિડ 19 (Covid-19) સંક્રમણ દરમિયાન અહીંની આર્થિક સ્થિતિ (Economy) ખૂબ ડગમગી ગઇ છે. 

અંડરવિયર સુધીની થઇ રહી છે હરાજી
બીબીસી (BBC) ના એક રિપોર્ટ અનુસાર યૂક્રેનની સેંટ્રલ સિટી Kryvyi Rih માં જસ્ટિસ મિનિસ્ટ્રી વેબસાઇટ (Justice Ministry Website) પર અજીબોગરીબ હરાજી  (Weird Auction) ની એક જાહેરાત આપવામાં આવી હતી. તેમાં એક અંડરવિયરની હરાજી (Underwear Auction) ની સૂચના આપવામાં આવી છે. આ અંડરવિયર સરકાર પાસેથી લેવામાં આવી લોન ન ચૂકવનાર વ્યક્તિની છે. તેને માત્ર 19.4 Hryvnia એટલે કે 50 રૂપિયામાં હરાજી (Auction) કરવામાં આવી છે. 

ડોનેશનમાં જશે અંગત સામાન
યૂક્રેન (Ukraine) માં 2015 માં Setam નામક પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેના હેઠળ હજુ સુધી 365 મિલિયન યૂરો (Euro) ની પ્રોપર્ટી વેચવામાં આવી છે. તેમાં તે લોકોનો સામાન વેચવામાં આવે છે, જે સરકારની લોન ચૂકવવામાં અસમર્થન થાય છે. ઘણીવાર ડિફોલ્ટર (Defaulter) નો સામાન અનાથલયો, વૃદ્ધાશ્રમો અને સ્કૂલો સુધી દાનમાં આપવામાં આવે છે. 

જાનવરો સુધી ગુમાવવા પડશે
બીબીસીના આ રિપોર્ટ અનુસાર સરકાર દેશના ડિફોલ્ટર્સની ભેંસો અને ગાયોની હરાજી કરી રહી છે. કોરોનાકાળ (Coronavirus) માં યૂક્રેનમાં લોન લેનારાઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આ લોકો પોતાના લોન ચૂકવવામાં હાલ અસમર્થન છે. વર્ષ 2020 માં એક ઉંમરલાયક મહિલાના 2 કુતરાઓની હરાજીની જાહેરાત આપવામાં આવી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post