• Home
  • News
  • ડ્રેગનના મેપવાળા દાવા પર પ્રહાર! પૂર્વ સેના પ્રમુખ નરવણેએ શેર કર્યો ચીનનો નકશો
post

નરવણેએ એવા સમય પર આ નકશો શેર કર્યો છે જ્યારે ચીનના નવા નકશાને લઈને દેશમાં હોબાળો મચ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 15:22:28

પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેએ મંગળવારે એક નકશો શેર કરીને કહ્યું કે, અંતે ચીનનો સાચો નકશો મળી ગયો. નકશામાં તાઈવાન, હોંગકોંગ, તિબેટ, ગ્રીસ જેવા અન્ય ચીનની સરહદે આવેલા દેશોને ચીનના કબજામાં દર્શાવવામાં આવ્યા છે. તેમણે એવા સમય પર આ નકશો શેર કર્યો છે જ્યારે ચીનના નવા નકશાને લઈને દેશમાં હોબાળો મચ્યો છે. ચીને પોતાનો નવો નકશો જારી કર્યો અને તેમાં તાઈવાન અને ભારતના અરૂણાચલ પ્રદેશને પોતાનો ભાગ ગણાવ્યો છે.

28 ઓગષ્ટના રોજ બેઈજિંગે ચીનનો નકશો જારી કર્યો હતો તેમાં તાઈવાન, અક્સાઈ ચીન અને અરૂણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો દર્શાવ્યો છે. જેનો ભારતે સખત વિરોધ કર્યો છે. હવે પૂર્વ સેના પ્રમુખ નરવણેએ X (ટ્વીટર) પર ચીનના નકશાનો ફોટો શેર કરીને કહ્યું કે, અંતે કોઈકને ચીનનો સાચો નકશો મળી ગયો. નકશામાં તાઈવાન, હોંગકોંગ, તિબેટ, દક્ષિણ મંગોલિયા અને યૂઆન તથા અન્ય દેશોને ચીનના કબજા હેઠળના દેશો તરીકે દર્શાવવામાં આવ્યા છે. ચીન હમેશાથી આ તમામ દેશો પર પોતાનો દાવો કરતું આવ્યુ છે. બીજી તરફ ભારતના અરૂણાચલ પ્રદેશનો કેટલોક હિસ્સો અને અક્સાઈ ચીન પર પણ તેણે પોતાનો દાવો ઠોક્યો છે. 

ચીનના નકશા પર હોબાળો મચી ગયો હતો

નકશામાં ચીને નાઈન-ડેશ લાઈન પર પોતાનો દાવો રજૂ કરીને તેને દક્ષિણ ચીન સાગરના એક મોટા હિસ્સા પર દાવો રજૂ કર્યો છે. જોકે, આ હિસ્સા પર વિયતનામ, ફિલિપાઈન્સ, મલેશિયા અને બ્રુનેઈ પોત-પોતાનો દાવો કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોનું કહેવુ છે કે, ચીને લદાખમાં આપણી જમીન હડપી લીધી છે અને કેન્દ્ર સરકાર કંઈ નથી કરી રહી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post