• Home
  • News
  • રિલીઝ થયાના 3 દિવસમાં જ SAM બહાદુરના OTT રિલીઝ અંગે આવી અપડેટ, જાણો ક્યા પ્લેટફોર્મ પર જોઈ શકાશે
post

સામ બહાદુર નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઈમ વીડિયો પર નહીં પરંતુ જી5 પર રિલીઝ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-05 18:16:31

મુંબઈ: વિક્કી કૌશલની સામ બહાદુર 1 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે, જેણે પહેલા જ વીકેન્ડ પર સારી કમાણી પોતાના નામે કરી લીધી છે. આગામી દિવસોમાં ફિલ્મ બજેટનું કલેક્શન પ્રાપ્ત થશે એવી અટકળો લગાવાઈ રહી છે. જોકે સેમ ડે રિલીઝ થયેલી એનિમલથી સામ બહાદુર ખૂબ પાછી હટી ગઈ છે. ફિલ્મ સામ માણેકશોની બાયોપિક ડ્રામા છે. જેમાં એક વખત ફરી વિક્કી કૌશલની દમદાર એક્ટિંગ જોવા મળી રહી છે. આ સિવાય મૂવીમાં સાન્યા મલ્હોત્રા, જે સામની પત્ની સિલ્લીનું પાત્ર ફાતિમા સના શેખ, જે ભારતના દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પાત્રને નિભાવતી જોવા મળી રહી છે. આ કહાનીને થિયેટર્સમાં જોનાર દર્શક હવે ઓટીટી રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેના કારણે સામ બહાદુર કયા પ્લેટફોર્મ રિલીઝ થશે. 

મળતી માહિતી અનુસાર સામ બહાદુર નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઈમ વીડિયો પર નહીં પરંતુ જી5 પર રિલીઝ થશે. જોકે આ ડિઝ્ની હોટસ્ટાર પર પણ રિલીઝ કરવામાં આવી શકે છે કેમ કે વિક્કી કૌશલની ફિલ્મ વોલ્ટ ડિઝ્ની સ્ટુડિયો મોશન પિક્ચર્સ દ્વારા ડિસ્ટ્રિબ્યૂટ કરવામાં આવી છે પરંતુ જોવાનું એ રહેશે કે ફિલ્મ બંનેમાંથી કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મના મહિના બાદ એટલે કે 2024ની શરૂઆતમાં રિલીઝ થવાની આશા છે. સામ બહાદુરનું નિર્માણ જી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યુ છે.

55 કરોડના બજેટમાં બનેલી સામ બહાદુરે પહેલા દિવસે 6.25 કરોડ, બીજા દિવસે 9 કરોડ અને ત્રીજા દિવસે 10.3 કરોડની કમાણી ભારતમાં કરી છે. ચોથા દિવસે 22 લાખની કમાણી કરશે. જે બાદ ભારતમાં કલેક્શન 25.77 કરોડ થઈ ગયુ છે. વર્લ્ડવાઈડ કલેક્શન 30 કરોડ સુધી પહોંચી ગયુ છે.


adv

Related News

post
post
post
post
post
post
post