• Home
  • News
  • કોરોના દર્દીઓને રેમડેસિવિર દવા આપવાનું સૂચન
post

દવા આપતા પહેલા દર્દીની સંમતિ પણ અનિવાર્ય રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 09:04:09

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના સંક્રમો ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે 24 કલાકમાં જ 138ના મૃત્યુ થઈ ગયા, જેથી કુલ મૃતકાંક 4,078 સુધી પહોંચી ગયો. આ દરમિયાન સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની એક્સપર્ટ કમિટીએ કોરોનાની દવા ગણાતી રેમડેસિવિરને ક્લિનિકલ ટ્રાયલ વિના જ દર્દીઓને આપવાનું સૂચન કર્યું છે. જોકે, દવા  બનાવવાની મંજૂરી આપનારી સંસ્થા સીડીએસસીઓએ હજુ અંતિમ નિર્ણય નથી લીધો. આ સંસ્થાએ કંપનીઓ સમક્ષ કેટલીક શરતો રજૂ કરી છે, જેના પાલન પછી જ દવા બનાવવાની અને વેચવાની મંજૂરી અપાઈ શકે છે. 


હોસ્પિટલમાં ભરતી દર્દીઓને જ આ દવા અપાશે
દવા બનાવતી અમેરિકન કંપની ગિલિયાડ સાયન્સીસે ભારતીય દવા કંપનીઓ સાથે કરાર કર્યો છે. તે હેઠળ સિપ્લા અને હિટેરોએ દવા બનાવવાની અને વેચવાની મંજૂરી માંગી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ દવા આપતા પહેલા દર્દીની સંમતિ પણ અનિવાર્ય રહેશે. એટલું જ નહીં, તે હોસ્પિટલમાં ભરતી દર્દીઓને જ અપાશે. આ સાથે તે દવાનો જુદા જુદા દર્દી પર શું પ્રભાવ પડ્યો તેનો પણ અભ્યાસ કરાશે. જો બધું યોગ્ય રહ્યું તો જૂનના અંત સુધી આ દવા બજારમાં આવી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post