• Home
  • News
  • ઈરાન / સુલેમાનીની દીકરીએ ટ્રમ્પને મૂર્ખતાના પ્રતીક ગણાવ્યા, કહ્યું- પિતાનું મોત અમેરિકા-ઈઝરાયેલ માટે ખરાબ દિવસો લઇને આવશે
post

તેહરાનમાં ઈરાનના સૈન્ય કમાન્ડર સુલેમાનીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણી જગ્યાએ શોકસભાઓ આયોજિત કરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 10:19:22

તેહરાનઅમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના વિશેષ સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની દીકરી જૈનબે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંડપણ અને મૂર્ખતના પ્રતીક કહ્યા હતા. તેણે કહ્યું કે મારા પિતાનું મોત અમેરિકા અને ઈઝરાયેલ માટે ખરાબ દિવસો લઇને આવશે. શુક્રવારે અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર ડ્રોન હુમલો કરીને સુલેમાનીની હત્યા કરી નાખી હતી.



તેહરાન વિશ્વવિદ્યાલયમાં તેના પિતાના અંતિમ સંસ્કારના સરઘસમાં ભીડને સંબોધિત કરતા જૈનબ સુલેમાનીએ કહ્યું કે મારા પિતા ઈરાકના મિલિશિયા નેતા અબુ મહદી અલ-મુહાંદિસની હત્યા કરીને ઈરાક અને ઈરાન વચ્ચે અલગાવ પેદા કરવાની ટ્રમ્પની યોજના નાકામ રહી. તેનું એકમાત્ર કારણ બન્ને દેશો વચ્ચે ઐતિહાસિક એકતા છે જેનાતી અમેરિકા નફરત કરે છે. સરઘસમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી-ખામનેઈ સહિત ઘણા નેતા સામેલ થયા હતા.


રવિવારે લગાતાર બીજા દિવસે અમેરિકાના દૂતાવાસ પર હુમલો :
પહેલા ઈરાકની રાજધાની બગદાદમાં રવિવારે અમેરિકી દૂતાવાસ પાસે બે રોકેટ છોડવામાં આવ્યા હતા. સાક્ષીઓએ ન્યૂઝ એજન્સીઓને જાણકારી આપી. ઈરાકની સંસદે રવિવારે અમેરિકા અને અન્ય વિદેશી સૈનિકોને દેશથી બહાર મોકલવાના પક્ષમાં મતદાન કર્યું. નિર્ણય બાદ ટ્રમ્પે તેમના પર કઠોર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે. ઈરાકમાં 5200 અમેરિકન સૈનિક ઉપસ્થિત છે. તેમને 2014માં ઈરાકની સરકાર દ્વારા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સામે લડવામાં મદદ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.



ઈરાકની સંસદે વિદેશી સૈનિકોને દેશ છોડવા માટે કહ્યું :
ઈરાકની સંસદે નિર્ણયને લાગૂ કરવાના પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી આદિલ અબ્દુલ મહદીએ એક નિવેદનમાં કહ્યું કે ઈરાની કમાન્ડર સુલેમાનીની હત્યા બાદ વિસ્તારમાં ટેન્શન વધી ગયું છે. તેના લીધે નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ટ્રમ્પે રવિવારે સંવાદદાતાઓને કહ્યું કે જો તેઓ દેશ છોડવા માટે કહેતા હોય તો અમે તેને મિત્રતાના ભાવ તરીકે નહીં લઇએ. અમે તેમના પર એવા પ્રતિબંધ લગાવીશું જેવા તેમણે પહેલા ક્યારેય જોયા નહીં હોય. ત્યાં અમારું મોંઘુ એરબેઝ છે. તેના નિર્માણમાં અરબો ડોલરનો ખર્ચો આવે છે. અમે ત્યાં સુધી ત્યાંથી નહીં જઇએ જ્યાં સુધી તેઓ અમને તેના નુકસાનની ભરપાઇ નહીં કરે.



બે મહિનામાં 14મી વખત અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા :
સૂત્રોએ જણાવ્યું કે રવિવારે ત્રીજું રોકેટ પણ છોડવામાં આવ્યું હતું પરંતુ તે ગ્રીન ઝોન બહાર એક પરિવારના ઘર પર જઇને પડ્યું. તેમાં ચાર લોકો ઘાયલ થઇ ગયા. ગ્રીન ઝોનમાં અમેરિકાનું દૂતાવાસ છે. છેલ્લા બે મહિનામાં 14મી વખત અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાન સમર્થિત ગ્રુપે શનિવારે પણ અમેરિકાના દૂતાવાસ અને એરબેઝ પર રોકેટથી હુમલો કર્યો હતો. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને ચેતવણી આપીને કહ્યું હતું કે જો તે અમેરિકા વિરુદ્ધ કોઇ પણ કાર્યવાહી કરશે તો તે અત્યાર સુધીનો સૌથી આકરો હુમલો કરશે.



મિડલ ઇસ્ટમાં શાંતિ માટે અમેરિકામાં માર્ચ : 

·         ન્યૂયોર્ક અને વોશિંગટન સહિત અમેરિકાના મુખ્ય શહેરોમાં યુદ્ધ વિરોધી દેખાવકારોએ મિડલ ઇસ્ટમાં શાંતિ માટે માર્ચ કરી હતી.

·         તેમણે વ્હાઇટ હાઉસ અને ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલ બહાર પ્રદર્શન કર્યું.

·         દરમિયાન દેખાવકારોના હાથોમાં ‘US આઉટ ઓફ ઈરાકઅનેનો વોર વિથ ઈરાનના પોસ્ટર દેખાયા.

·         ન્યૂયોર્કમાં દેખાવકારો ટાઇમ્સ સ્ક્વેર સામે એકઠા થયા. તેમાંથી એકે કહ્યું- અમારા ટેક્સનો ઉપયોગ સ્કૂલો માટે કરો, યુદ્ધ માટે નહીં.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post