• Home
  • News
  • ​​​​​​​​​​​​​​સની દેઓલના બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચાઈ:બેન્કે ટેક્નિકલ કારણ ગણાવ્યું; કોંગ્રેસનો સવાલ- એવું તે શું થયું કે નોટિસ 24 કલાકમાં પાછી લેવાઈ?
post

બોલિવૂડ એક્ટર અને પંજાબના ગુરદાસપુરથી બીજેપી સાંસદ સની દેઓલ આ દિવસોમાં ફિલ્મ 'ગદર-2'ને લઈને ચર્ચામાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 17:54:33

બેંક ઓફ બરોડાએ અભિનેતા સની દેઓલના જુહુના બંગલાની હરાજીની નોટિસ 24 કલાકની અંદર પાછી ખેંચી લીધી છે. બેંકે સોમવારે અખબારોમાં જાહેરાત આપીને ખુલાસો કર્યો છે કે 'આ નોટિસ ટેક્નિકલ કારણસર પાછી ખેંચવામાં આવી રહી છે. સની દેઓલની પ્રોપર્ટીની હરાજી નહીં થાય.

આ પહેલાં રવિવારે પ્રકાશિત નોટિસ અનુસાર, સનીએ 56 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે તેણે ચૂકવી ન હતી. લોન ન ચૂકવવા બદલ બંગલાની હરાજીની તારીખ પણ 25 સપ્ટેમ્બર આપવામાં આવી હતી. બેંકે સની પાસેથી લોન રિકવરી નોટિસની જાહેરાત પણ પ્રકાશિત કરી હતી, જેમાં સનીના ગેરેન્ટર તરીકે પિતા ધર્મેન્દ્રનું નામ પણ લખવામાં આવ્યું હતું.

બોલિવૂડ એક્ટર અને પંજાબના ગુરદાસપુરથી બીજેપી સાંસદ સની દેઓલ આ દિવસોમાં ફિલ્મ 'ગદર-2'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 400 કરોડની કમાણી કરવાની નજીક છે. દરમિયાન બેંકે તેમને રૂ. 56 કરોડની લોન ન ચૂકવવા બદલ નોટિસ ફટકારી હતી. હવે આ નિર્ણય પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે પૂછ્યું, 'હરાજી રોકવાના ટેક્નિકલ કારણો ક્યાંથી આવ્યાં'?

કોંગ્રેસના નેતા જયરામ રમેશે સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસનેતા જયરામ રમેશે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, 'ગઈકાલે બપોરે દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ ભાજપના સાંસદ સની દેઓલના જુહુ નિવાસસ્થાનને ઈ-ઓક્શન માટે મૂક્યું છે, કારણ કે તેણે બેંકને 56 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. આજે સવારે 24 કલાકથી ઓછા સમયમાં દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ 'ટેક્નિકલ કારણસર' હરાજીની નોટિસ પાછી ખેંચી લીધી છે. આશ્ચર્ય છે કે ટેક્નિકલ કારણનું ટ્રિગર કોણે કર્યું?

સની ગુરદાસપુરથી સાંસદ છે
સની દેઓલનું સાચું નામ અજયસિંહ દેઓલ છે. તે 2019થી પંજાબની ગુરદાસપુર સીટથી ભાજપ સાંસદ છે. તેણે કોંગ્રેસના તત્કાલીન નેતા સુનીલ જાખડને હરાવ્યા હતા. અભિનેતા વિનોદ ખન્ના લાંબા સમય સુધી આ બેઠક પરથી ભાજપના સાંસદ હતા.

adv

Related News

post
post
post
post
post
post
post