• Home
  • News
  • લગ્ન માટે ધર્મપરિવર્તન ગેરકાયદેસર ઠેરવવા સામેની અરજી સુપ્રીમે ફગાવી, અલ્હાબાદ હાઇકોર્ટના આદેશને પડકારાયો હતો
post

અલ્હાબાદ હાઇકોર્ટના જજ એમ. સી. ત્રિપાઠીએ એક યુગલની પોલીસ પ્રોટેક્શનની માગ નામંજૂર કરતા ચુકાદામાં કહ્યું હતું કે માત્ર લગ્ન કરવા ખાતર કરાયેલું ધર્મપરિવર્તન ગેરમાન્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 10:05:19

સુપ્રીમકોર્ટે માત્ર લગ્ન માટે ધર્મપરિવર્તનને ગેરકાયદે ઠેરવતો અલ્હાબાદ હાઇકોર્ટનો આદેશ રદ કરવાની દાદ માગતી એક વકીલની અરજી ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમની બેન્ચે બુધવારે ઠરાવ્યું કે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સિંગલ જજનો આદેશ પહેલેથી જ રદ કરી ચૂકી છે. એવામાં અમને અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ મામલે હસ્તક્ષેપ કરવાનું કોઇ કારણ જણાતું નથી. સુનાવણી દરમિયાન બેન્ચે પૂછ્યું કે તેઓ હાઈકોર્ટમાં કેમ ના ગયા? આથી વકીલે કહ્યું કે સુપ્રીમકોર્ટ એવું કંઈ શકી હોત કે હાઈકોર્ટે જે કહ્યું તે ખોટું હતું.

ચુકાદો લવ જેહાદ સામેના કાયદાનો આધાર
અલ્હાબાદ હાઇકોર્ટના જજ એમ. સી. ત્રિપાઠીએ એક યુગલની પોલીસ પ્રોટેક્શનની માગ નામંજૂર કરતા ચુકાદામાં કહ્યું હતું કે માત્ર લગ્ન કરવા ખાતર કરાયેલું ધર્મપરિવર્તન ગેરમાન્ય છે, કેમ કે તે કોઇ ખાસ ઉદ્દેશથી કરાય છે. આ ચુકાદા પછી જ યુપી સરકાર લવ જેહાદ સામે વટહુકમ લાવી. આ કેસ મુસ્લિમ યુવતીએ ધર્મ બદલીને હિન્દુ યુવક સાથે લગ્ન કર્યાનો હતો. યુવતીના પિતાએ પુત્રીનાં લગ્ન મામલે એફઆઇઆર નોંધાવી હતી તો બીજી તરફ યુગલે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવીને એફઆઇઆર રદ કરાવવાની અને પોલીસ પ્રોટેક્શનની દાદ માગી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post