• Home
  • News
  • કેરળના ઐતિહાસિક પદ્મનાભ મંદિર પર કોનો અધિકાર, આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે
post

કેરળ હાઈકોર્ટના ચૂકાદાને ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારે સુપ્રીમમાં પડકાર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 09:42:46

કોચ્ચિ: કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના તંત્ર અને તેની સંપત્તિ પર અધિકાર અંગે સુપ્રીમ કોર્ટ સોમવારે પોતાનો ચુકાદો સંભળાવશે. જસ્ટિસ યુ.યુ. લલિત અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની બેન્ચ એ વાતનો નિર્ણય કરશે કે, દેશના સૌથી શ્રીમંત મંદિરનું મેનેજમેન્ટ રાજ્ય સરકાર જોશે કે ત્રાવણકોરનો પૂર્વ શાહી પરિવાર. મંદિરની સંપત્તિ અંગે પણ કોર્ટ ચુકાદો આપશે. 

પદ્મનાભસ્વામી મંદિર પાસે લગભગ રૂ.બે લાખ કરોડની સંપત્તિ છે. આ સાથે જ કોર્ટ એ પણ નક્કી કરશે કે, આ મંદિર જાહેર સંપત્તિ છે કે અને તેને તિરુપતિ તિરુમાલા, ગુરુવયુર અને સબરીમાલા મંદિરની જેમ જ દેવસ્થાનમ બોર્ડની સ્થાપનાની જરૂર છે કે નહીં? બેન્ચ એ અંગે પણ ચુકાદો આપી શકે છે કે, ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારનો મંદિર પર કેટલો અધિકાર હશે અને શું મંદિરનું સાતમું ભોયરું ખોલવું કે નહીં. 

ઉલ્લેખનીય છે કે, કેરળ હાઈકોર્ટે 2011માં પોતાના એક ચૂકાદામાં રાજ્ય સરકારને પદ્મનાભસ્વામી મંદિરની તમામ સંપત્તિઓ અને મેનેજમેન્ટ પર નિયંત્રણ લેવાનો આદેશ આપ્યો હતો, જેને પૂર્વ ત્રાવણકોર શાહી પરિવારે સુપ્રીમમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં 8 વર્ષથી વધુ સમય સુધી સુનાવણી ચાલી રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post