• Home
  • News
  • ડ્રગ્સકેસમાં સુશાંતની પ્રેમિકાનો ધડાકો:રિયા ચક્રવર્તીએ કહ્યું, હું અને સારા અલી ખાન સાથે ગાંજો ફૂંકતાં હતાં
post

રિયાએ સુશાંતના પરિવાર બાદ હવે સારા અલી ખાન અંગે વાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-07 11:55:41

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતકેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારીઓની સામે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. રિયાએ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન વિરુદ્ધ ગંભીર આક્ષેપો મૂક્યા છે. રિયાએ NCBને આપેલા કબૂલનામામાં સ્વ હસ્તાક્ષરમાં લખ્યું છે કે સારા અલી ખાને તેને વોડકા તથા ગાંજાની ઓફર કરી હતી. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સકેસમાં ઝી ન્યૂઝને રિયાની ચાર્જશીટ મળ્યું છે. આ ચાર્જશીટ પરથી સ્પષ્ટ થાય છે કે રિયાએ સારા ડ્રગ્સ લેતી હોવાની વાત કરી છે.

શું કહ્યું રિયાએ?
ચાર્જશીટમાં રિયાએ પોતાની તથા સારાની વચ્ચે ચાર જૂનથી 6 જૂન 2017 વચ્ચે થયેલી વાતચીત અંગે વાત કરી હતી. રિયાએ કહ્યું હતું કે સારા અલી ખાન ગાંજાના જોઈન્ટ બનાવતી હતી. પછી તે તેને આપતી હતી અને બંને સાથે ગાંજો ફૂંકતાં હતાં. રિયાએ કહ્યું હતું કે ડ્રગ્સ સંબંધિત વાતચીત થઈ હતી અને તેને એ હેંગઓવરના ઉપાય તરીકે બતાવતી હતી. તે આઈસક્રીમ તથા ગાંજા અંગે વાત કરતી હતી. એનો ઉપયોગ તે દુખાવામાંથી રાહત મેળવવા માટે કરતી હતી. આ વાતચીત માત્ર ટેકસ્ટમાં થઈ છે, વ્યક્તિગત રીતે ક્યારેય થઈ નથી.

સારા જોઈન્ટ બનાવીને આપતી હતી
વધુમાં રિયાના કબૂલનામામાં કહેવામાં આવ્યું હતું, 'સારા, રિયાની સાથે ગાંજો ફૂંકતી હતી. ઘણીવાર બંનેએ સાથે આ રીતે ગાંજો લીધો છે. સારા જ મને ગાંજો આપતી હતી. 6 જૂન, 2017ના રોજના ચેટનો તમે મને જે રેકોર્ડ બતાવ્યા એમાં વોડકા તથા ડ્રગ્સ અંગે વાત છે. તેણે (સારા) મારા ઘરે વોડકા તથા ગાંજો (તેને ડ્રગ્સ કહી શકાય) લાવવાની વાત કરતી હતી. એ દિવસે મને વોડકા કે ડ્રગ્સ મળ્યું નહોતું.'

ગયા વર્ષે સારાની પૂછપરછ કરવામાં આવી હતી
રિપોર્ટ અનુસાર, NCBની પૂછપરછમાં સારા અલી ખાને માન્યું હતું કે 2018માં તે સુશાંત સિંહ સાથે રિલેશનશિપમાં હતી. એક્ટ્રેસના જણાવ્યા મુજબ, 'કેદારનાથ'ના શૂટિંગ દરમિયાન બંનેનું અફેર શરૂ થયું હતું અને એ દરમિયાન તે સુશાંત સાથે રહેવા માટે તેના કેપ્રી હાઉસ સ્થિત ઘરે પણ ગઈ હતી.

સારાના જણાવ્યા મુજબ, તે સુશાંત સાથે 5 દિવસ માટે થાઈલેન્ડના કોહ સમુઈ આઇલેન્ડ પર ગઈ હતી, જ્યાં તેમણે પાર્ટી પણ કરી હતી. તેણે સ્વીકાર્યું હતું કે 'કેદારનાથ'ના શૂટિંગ સમયે સુશાંત ડ્રગ્સ લેતો હતો.

સારાએ ડ્રગ્સ લેવાની વાત નકારી
સારાએ એ વાત સ્વીકારી કે 'કેદારનાથ'ના શૂટિંગ વખતે સુશાંત ડ્રગ્સ લેતો હતો. તે સુશાંત સાથે પાર્ટીમાં જતી હતી, પરંતુ તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી.

આ પહેલાં રિયાએ સુશાંતનાં બહેન-જીજાજી પર ડ્રગ્સ લેવાનો આક્ષેપ મૂક્યો
રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સુશાંત પોતાની બહેન પ્રિયંકા અને જીજાજી સિદ્ધાર્થની સાથે ગાંજો લેતો હતો અને એના માટે તેઓ ગાંજો લાવતા પણ હતા. રિયાના નિવેદન મુજબ, સુશાંતનો પરિવાર આ અંગે બધું જ પહેલેથી જાણતો હતો કે તેને ડ્રગ્સની આદત પડી ગઈ છે. રિયાએ NCBને એમ પણ જણાવ્યું હતું કે જ્યારે સુશાંતની સ્થિતિ બગડવા લાગી તો તેનો ભાઈ શૌવિક તેને હોસ્પિટલમાં દાખલ કરાવવા માગતો હતો, પરંતુ તે તેના માટે રાજી ન થયો. રિયાના જણાવ્યા મુજબ, સુશાંત તેમને એટલા મળતો હતો કે જેથી તે (સુશાંત) તેને ડ્રગ્સ અપાવી શકે.

રિયાએ પોતાના નિવેદનમાં એ પ્રિસ્ક્રિપ્શનનો પણ ઉલ્લેખ કર્યો, જે 8 જૂન 2020ના રોજ સુશાંતની બહેન પ્રિયંકાએ તેને વ્હોટ્સએપમાં મોકલ્યું હતું. એમાં Iibrium 10 mg, nexito જેવી દવાઓનો ઉલ્લેખ હતો, જે NDPS અંતર્ગત ડ્રગ્સ હતાં. પ્રિસ્ક્રિપ્શનમાં સુશાંતને આ દવાઓ લેવાનું કહેવામાં આવ્યું હતું. દવાઓનું આ પ્રિસ્ક્રિપ્શન દિલ્હીના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તરુણે સુશાંતને મળ્યા વગર જ લખી આપ્યું હતું. કન્સલ્ટેશન વગર આ દવાઓ ન આપી શકાય.

સુશાંતના મોતને 11 મહિના
તપાસ એજન્સીએ મેમાં સુશાંત સિંહ રાજપૂતના રૂમ પાર્ટનર રહેલા સિદ્ધાર્થ પિઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. 4 જૂનના રિપોર્ટ મુજબ, તેને 14 દિવસ માટે NCBની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. 14 જૂન 2020ના રોજ જ્યારે સુશાંત પોતાના બેડરૂમમાં ફાંસી પર લટકેલો મળ્યો હતો ત્યારે તે ઘરમાં હાજર લોકોમાં પિઠાની પણ સામેલ હતો. NDPS એક્ટની સેક્શન 27A, 28, અને 29 અંતર્ગત પકડાયેલા પિઠાની વિરુદ્ધ ડ્રગ્સ ખરીદવા અને સુશાંત સુધી પહોંચાડવાનો આરોપ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post