• Home
  • News
  • કેરળમાં ભાજપની કમાન પર સસ્પેન્સ:કેન્દ્રીય મંત્રીએ પહેલાં કહ્યું- શ્રીધરન CM કેન્ડિડેટ હશે; બાદમાં કહ્યું- મીડિયા રિપોટ્સના અહેવાલથી નિવેદન આપ્યું હતું
post

ભારત સરકારે તેમને 2001માં પદ્મશ્રી અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 12:25:16

કેરળમાં ભાજપ તરફથી CM કેન્ડિડેટ કોણ હશે, તેના પર હવે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને ગુરૂવારે સાંજે લગભગ 4 વાગ્યે કહ્યું કે ભાજપે 88 વર્ષના ઈ શ્રીધરનને CM કેન્ડિડેટ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના 3 કલાક બાદ જ મુરલીધરનનું બીજું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું કે મને મીડિયા રિપોર્ટ્સના અહેવાલથી શ્રીધરનને પાર્ટીના CM કેન્ડિડેટ બનાવવાની જાણકારી મળી હતી. બાદમાં જ્યારે મેં પાર્ટી પ્રમુખ સાથે વાત કરી, તો તેઓએ એવા કોઈ પણ નિર્ણયનો ઈનકાર કર્યો.

મુરલીધરનના આ બંને નિવેદનો પછી કેરળમાં શ્રીધરનની ભૂમિકા પર સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. 88 વર્ષના શ્રીધરન 6 દિવસ પહેલાં જ 26 ફેબ્રુઆરીએ મલપ્પુરમમાં કેન્દ્રીય મંત્રી આરકે સિંહની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા હતા. શ્રીધરને પોતાના ગૃહ જિલ્લા મલ્લપુરમમાંથી જ ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી છે. 140 સભ્યોવાળી કેરળ વિધાનસભા માટે 6 એપ્રિલે વોટિંગ થવાનું છે. ચૂંટણીના પરિણામો 2 મેનાં રોજ આવશે.

શ્રીધરને કહ્યું- માનસિક ઉંમર મહત્વની છે, શારીરિક નહીં
શ્રીધરને કહ્યું કે, મેં ભાજપ પાસે માત્ર એક જ માંગણી કરી હતી કે, હું પોત્રાનીના તે વિસ્તારથી ચૂંટણી લડવા માંગુ છું જ્યાં હુ રહુ છું,

ઉંમર વિશે ઉભા થયેલા સવાલ પણ તેમણે કહ્યું કે, શારીરિક ઉંમરની જગ્યાએ માનસિક ઉંમર નક્કી કરે છે કે, કોણે શું જવાબદારી ઉપાડવી જોઈએ. મનની ઉંમર જ મહત્વની છે, શારીરિક ઉંમર નહીં. માનસિક રીતે હું બહુ એલર્ટ અને યંગ છું. હજી મને સ્વાસ્થય સાથે જોડાયેલી કોઈ સમસ્યા નથી. મને નથી લાગતું કે, સ્વાસ્થય કોઈ મોટો મુદ્દો છે. હું કોઈ સામાન્ય નેતાની જેમ કામ નહીં કરું. હું એક ટેક્નોક્રેટ રીતે કામ કરવાનું ચાલુ રાખીશ.

7 વર્ષ દિલ્હી મેટ્રોના નિર્દેશક રહ્યા હતા શ્રીધરન
શ્રીધરન 1995થી 2012 સુધી દિલ્હી મેટ્રોના નિર્દેશક રહ્યા હતા. ભારત સરકારે તેમને 2001માં પદ્મશ્રી અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમને દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિ બદલવા માટે ઓળખવામાં આવે છે. પ્રમાણિકતાની છબીના કારણે તેઓ ખૂબ લોકપ્રિય છે.
શ્રીધરન વડાપ્રધાન મોદીના સમર્થક માનવામાં આવે છે. 2014માં લોકસભા ચૂંટણી પહેલાં 2 વાર તેમણે નરેન્દ્ર મોદીને સારા નેતા ગણાવ્યા હતા. મોદીની વડાપ્રધાન પદની દાવેદારીને સમર્થન કરનાર લોકોમાં પણ તેમનું નામ સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post