• Home
  • News
  • Panjshir પર સંપૂર્ણ રીતે કબજો જમાવ્યો હોવાનો તાલિબાનનો દાવો, વિરોધીઓના હાથમાંથી અંતિમ ગઢ પણ ગયો
post

આતંકી સંગઠન તાલિબાને પંજશીર પર સંપૂર્ણ રીતે કબજો જમાવી લીધો હોવાની જાહેરાત કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-06 10:40:31

કાબુલ: આતંકી સંગઠન તાલિબાને પંજશીર પર સંપૂર્ણ રીતે કબજો જમાવી લીધો હોવાની જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે તેમણે પંજશીરનો અંતિમ ગઢ સંપૂર્ણ રીતે જીતી લીધો છે. 

તાલિબાને પંજશીરની તસવીર જાહેર કરી છે. એક તસવીરમાં પંજશીરમાં તાલિબાની ઝંડો ફરકતો જોવા મળે છે. બીજી બાજુ તાલિબાની કમાન્ડર પંજશીરમાં હાજર છે અને પાછળ દીવાલ પર અહમદ શાહ મસૂદની તસવીર છે. તાલિબાને દાવો કર્યો છે કે તેમણે પંજશીર સહિત અફઘાનિસ્તાનના તમામ 34 પ્રાંતો પર કબજો જમાવી લીધો છે. 

તાલિહાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે કહ્યું કે અલ્લાહની મદદ અને અમારા લોકોના સમર્થનથી પંજશીર પણ ઈસ્લામિક અમીરાતના નિયંત્રણ હેઠળ આવી ગયું છે. પંજશીરમાં વિદ્રોહી હાર્યા છે અને બાકીના ભાગી ગયા છે. પંજશીરમાં દબાવાયેલા અને સન્માનિત લોકોને છોડી મૂકવામાં આવ્યા છે. 

ઝબીઉલ્લાએ કહ્યું કે હું ખાતરી અપાવું છું કે પંજશીરના લોકો સાથે કોઈ પણ પ્રકારે ભેદભાવ નહીં થાય. તમે બધા અમારા ભાઈઓ છો અને આપણે બધા મળીને એક લક્ષ્ય માટે દેશની સેવા કરીશું. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે પંજશીર પર જીત બાદ સમગ્ર દેશમાં યુદ્ધ ખતમ થઈ ગયું છે. આપણા દેશમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post