• Home
  • News
  • ટીમ ઈન્ડિયા આ વર્ષે 21 ટી20, 12 વન-ડે અને 16 ટેસ્ટ રમશે, ચાર વિદેશ પ્રવાસ પણ
post

ખેલાડી આઈપીએલ, ટી20 એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપમાં પણ રમશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-02 11:05:24

ટીમ ઈન્ડિયાનો 2021નો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત છે. ટીમે 21 ટી20, 12 વન-ડે અને 16 ટેસ્ટ રમવાની છે. ટીમ આ દરમિયાન ચાર વિદેશ પ્રવાસ પણ ખેડશે. આ ઉપરાંત આપણા ખેલાડી આઈપીએલ, ટી20 એશિયા કપ અને ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં પણ ભાગ લેશે. ટીમને આ વર્ષે પ્રથમ મેચ 7 જાન્યુઆરીના રોજ રમવાની છે. આ ઉપરાંત જો ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ-2માં સ્થાન બનાવી લે છે તો જુનમાં તેણે ફાઈનલ પણ રમવી પડશે. દેશમાં જ ટી20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આથી ખેલાડીઓને ઈજાથી બચાવવા માટે બોર્ડ રોટેશન પોલિસી લાગુ કરશે. દરેક ખેલાડીને સળંગ પ્રવાસમાં મેચ રમવાની નહીં રહે. નવા ખેલાડીઓને પણ તક અપાશે. વર્તમાન આઈપીએલથી જોઈએ તો અત્યાર સુધી ભુવનેશ્વર કુમાર, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રોહિત શર્મા ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે. કોરોનાને કારણે બાયો બબલ પણ બનાવવા પડશે.

ટીમે શ્રીલંકા, ઝિમ્બાબ્વે, ઈંગ્લેન્ડ અને દ.આફ્રિકાના પ્રવાસે જવાનું છે
જાન્યુઆરી : ટીમને ઓસ્ટ્રેલિયામાં બીજી બે ટેસ્ટ રમવાની છે. ત્રીજી ટેસ્ટ 7 જાન્યુ.એ સિડનીમાં અને ચોથી ટેસ્ટ 15 જાન્યુ.થી ગાબામાં રમાશે.
ફેબ્રુઆરી-માર્ચ : ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે. 4 ટેસ્ટ, 3 વન-ડે અને 5 ટી20 મેચ રમશે.
એપ્રિલ-મે : આઈપીએલમાં કુલ 60 મેચ રમાશે. ફેબ્રુઆરીમાં મિની ઓક્શન થઈ શકે છે.
જુન: ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસમાં 3 વન-ડે અને 5 ટી20 રમશે.
જુન-જુલાઈ : શ્રીલંકામાં ટી20 એશિયા કપ. ટીમ ઓછામાં ઓછી 6 મેચ રમશે.
જુલાઈ: ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ત્રણ વન-ડે રમવાની છે.
ઓગસ્ટ- સપ્ટેમ્બર : ઈંગ્લેન્ડના પ્રવાસમાં 5 ટેસ્ટ
ઓક્ટોબર : દ.આફ્રિકા સાથે 3 વન-ડે, 5 ટી20
ઓક્ટોબર-નવેમ્બર : દેશમાં સળંગ બીજી વખત ટી20 વર્લ્ડ કપનું આયોજન. 16 ટીમ ભાગ લેશે.
નવેમ્બર-ડિસેમ્બર : ન્યૂઝીલેન્ડ સાથે 2 ટેસ્ટ,3 ટી20.
ડિસેમ્બર: દ.આફ્રિકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયા 3 ટેસ્ટ અને 3 ટી20 મેચ રમશે.

પાક. ટીમ 10 સીરિઝ રમશે
પાકિસ્તાનની ટીમ 2021માં 10 દ્વિપક્ષીય સીરિઝ રમશે. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા પાક.ના પ્રવાસે આવશે. ટીમ ટી20 વર્લ્ડ કપ રમવા ભારત પણ આવશે. વર્લ્ડ કપ દરમિયાન બંને ટીમ વચ્ચે ટક્કર થઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post