• Home
  • News
  • ટેરાકોટા યોદ્ધા:ચીનમાં વધુ 20 રહસ્યમયી ટેરાકોટા યોદ્ધા મળી આવ્યા, 2200 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે
post

ટેરાકોટા એ ચીનને એકીકૃત કરનાર અને વિશ્વની સૌથી મોટી દીવાલ બનાવર કિન શી હુઆંગના યોદ્ધા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 12:42:07

બેઈજિંગ: પુરાતત્ત્વવિદોએ ચીનના પ્રથમ શાસક કિન શી હુઆંગની ગુપ્ત કબર પાસેથી 20 નવા ટેરાકોટા યોદ્ધા (Terracotta Warriors) શોધી કાઢ્યા છે. આ સાથે જ ચીનને ઈ.સ પૂર્વે 259થી 210 દરમિયાન ચીનને એકીકૃત કરનાર પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગ (Qin Shi Huang)ની કબર પાસેથી અત્યારસુધીમાં 8000 પૈકી 2000 ટેરાકોટા યોદ્ધા શોધ્યા છે. આ પૈકી મોટા ભાગના ટેરાકોટા યોદ્ધાની મૂર્તિઓ તેમના મૂળ સ્વરૂપમાં જ છે. 2200 વર્ષ જૂની ચીનના સમ્રાટની આ કબરની અંદર એક પ્રાચીન નકશો પણ બનેલો છે, જેની ચોતરફ પારા (Mercury)ની નદી વહી રહી હોવાની માન્યતા છે.

ટેરાકોટા યોદ્ધા શું છે....
ચીનના સૌપ્રથમ શાસક કિન શી હુઆંગની કબરની સુરક્ષા માટે ટેરાકોટા યોદ્ધાઓને બનાવવામાં આવ્યા હતા. પુરાતત્ત્વ વિભાગના મતે શી હુઆંગની કબરની એક માઈલના અંતરે ત્રણ ખાડામાં 8000 રેટાકોટા યોદ્ધાને તૈયાર કરવામાં આવેલા. હજુ સુધીમાં 2000 ટેરાકોટા યોદ્ધા જ શોધવામાં આવ્યા, આ યોદ્ધા પાસેથી તીર કમાન, ભાલા, તલવાર જેવાં હથિયારો પણ મળી આવ્યાં છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તમામ સૈનિકોના રેન્ક તથા દેખાવ અલગ-અલગ છે. ટેરાકોટા યોદ્ધાના માથાથી લઈ પગ સુધીના ભાગને અલગ અલગ તૈયાર કરાયા છે, જેને આગની ગરમીમાં તપવ્યા બાદ જોડી દેવામાં આવ્યા છે.

12 વર્ષની ઉંમરે શી હુઆંગ શાસક બનેલા, ચીનની દીવાલનું નિર્માણ કરાવેલું
શી હુઆંગ ચીનના શાસક બન્યા ત્યારે તેમની ઉંમર ફક્ત 12 વર્ષની હતી. તેઓ શાસક બન્યા બાદ તેમના સામ્રાજ્યના રક્ષણ માટે એક એવી સેના તૈયાર કરવામાં આવેલી કે જે કોઈપણ સેનાને હરાવી શકતી હતી. હુઆંગની આ સેનાને ટેરાકોટા યોદ્ધા નામ આપવામાં આવ્યું હતું. હુઆંગે જ પોતાના સામ્રાજ્યના રક્ષણ માટે ચીનની દીવાલનું નિર્માણ કરાવેલું. આ ઉપરાંત તેમણે સમગ્ર દેશમાં વ્યાપર પ્રમાણમાં માર્ગોનું નેટવર્ક સ્થાપિત કર્યું અને લેખન કાર્યોને પ્રોત્સાહન આપેલું. તેમની વિશાળ કબર વર્ષ 1974માં શોધવામાં આવી હતી. તેમની આ કબર અંગે અનેક ફિલ્મો તથા વીડિયો ગેમનું બનાવવામાં આવે છે.

કિન શી હુઆંગે ઈ.સ. પૂર્વે 221માં ચીનને જીતી એકજૂટ કરવામાં સફળતા હાંસલ કરેલી અને ત્યાર બાદ હજારો વર્ષો સુધી ચીન પર તેમના વંશનું શાસન રહ્યું. 249 ફૂટ ઊંચા પિરામિડ આકારના ટેકરાની નીચે ચીનના સમ્રાટની કબર આવેલી છે. એ ચીનના શીઆન પ્રાંતના લિંટોંગ જિલ્લામાં આવેલી છે. વર્ષ 2017માં ગીજામાં ગ્રેટ પિરામિડની અંદર અગાઉથી જ છૂપાયેલ 98 ફૂટ લાંબા રૂમને દર્શાવવા માટે વર્ષ 2017માં મ્યુઓન-સ્કેનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો.

મ્યુઓન-સ્કેનિંગ ટેકનોલોજીની દરખાસ્ત બીજિંગ નોર્મલ યુનિવર્સિટીના ભૌતિક વૈજ્ઞાનિક યુઆનયુઆન લિયુ તથા તેમના સહયોગીએ કર્યો હતો. તેમની ટીમ સામાન્ય રીતે ચાઈના જિનપિંગ અંડરગ્રાઉન્ડ લેબોરેટરીમાં ડાર્ક મેટરની તપાસ માટે કોસ્મિક કિરણોનો ઉપયોગ કરે છે. તે વિશ્વની સૌથી ઊંડી કોસ્મિક કિરણ ફેસિલિટી છે, જે સિચુઆન પ્રાંતમાં જમીનથી આશરે 6 કિલોમીટરની ઊંડાઈએ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post