• Home
  • News
  • અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલો, 16ના મોત:બપોરની નમાજ પછી મદરેસામાં બ્લાસ્ટ; મૃતકોમાં 10 બાળકો, 24 ઘાયલ
post

આવો જ એક આત્મઘાતી વિસ્ફોટ પાકિસ્તાનમાં પણ થયો હતો. આ આત્મઘાતી હુમલામાં લગભગ ત્રણ લોકોના જીવ ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 19:21:21

બુધવારે અફઘાનિસ્તાનના સમંગાન પ્રાંતમાં આતંકવાદીઓએ એક સ્કૂલ પર બોમ્બથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં 10 બાળકો સહિત 16 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, વિસ્ફોટ સમંગાનના એબક શહેરમાં આવેલા જહદિયા મદરેસામાં બપોરની નમાજ દરમિયાન થયો હતો. સરકારી હોસ્પિટલના ડોક્ટરે 15 લોકોના મોત અને 27 લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. એક અગ્રણી અફઘાન મીડિયા જૂથે પ્રાંતીય હોસ્પિટલના ડૉક્ટરને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આ વિસ્ફોટ નમાજ પછી થયો હતો.

તાલિબાની અધિકારીનું કહેવું છે કે, અફઘાનિસ્તાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા દસ વિદ્યાર્થીઓના મોત થયા છે. હુમલાની જવાબદારી કોઈ પણ સમૂહે સ્વીકારી નથી. વિસ્ફોટ મુદ્દે સુરક્ષા અધિકારીઓની તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. સોશિયલ મીડિયામાં વિસ્ફોટ પછીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અગાઉ પણ થયો હતો હુમલો
અફઘાનિસ્તાનમાં અવારનવાર આ પ્રકારના વિસ્ફોટ થતા રહે છે. 2 મહિના પહેલા કાબુલ પાસે બનેલી મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, તે વિસ્ફોટમાં ચાર લોકોના જીવ ગયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા.

તાલિબાને ત્યારે કહ્યું હતું કે, કાબુલમાં સરકારી મંત્રાલયની મસ્જિદમાં વિસ્ફોટ થયો, ત્યારે લોકો નમાજ પઢી રહ્યા હતા. અબ્દુલ નફી તાકોરે કહ્યું કે, 'મસ્જિદનો ઉપયોગ મુલાકાતીઓ અને મંત્રાલયના અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો.'

પાકિસ્તાનમાં પણ થયો વિસ્ફોટ
ઉલ્લેખનીય છે કે, આવો જ એક આત્મઘાતી વિસ્ફોટ પાકિસ્તાનમાં પણ થયો હતો. આ આત્મઘાતી હુમલામાં લગભગ ત્રણ લોકોના જીવ ગયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા. જેમાં 20 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post