• Home
  • News
  • બાંદીપોરામાં આતંકવાદીઓએ ભાજપ નેતા વસીમ બારી, તેમના પિતા અને ભાઈની હત્યા કરી;સુરક્ષા વ્યવસ્થામાં રહેલા 8 PSOની ધરપકડ
post

વસીમ બારીની હત્યા ત્યારે થઈ કે જ્યારે તે પિતા અને ભાઈ સાથે દુકાન પર હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 11:17:04

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં બુધવારે ભાજપના નેતા વસીમ બારીની હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આતંકવાદી હુમલામાં તેના પિતા અને ભાઈનું પણ મોત થયુ છે. વસીમ બાંદીપોરા જિલ્લાનો ભાજપ અધ્યક્ષ રહી ચુક્યો છે. તેના પર એવા સમયે હુમલો કરવામાં આવ્યો કે જ્યારે તે પોતાની દુકાન પર પિતા અને ભાઈ સાથે હતો. તેના પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કર્યું
તેમણે લખ્યુઃ અમે આજે શેખ વસીમ બારી, તેમના પિતા અને ભાઈને બાંદીપોરામાં ગુમાવ્યા છે. તે પક્ષ માટે એક મોટુ નુકસાન છે. પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. તમારું બલિદાન વ્યર્થ નહીં જાય.

8 PSOની ધરપકડ કરાઈ
ભાજપ નેતાની સુરક્ષામાં 8 પર્સનલ સિક્યુરિટી ઓફિસર (PSO) ગોઠવવામાં આવ્યા હતા.કાશ્મીરના IGએ કહ્યું કે આ તમામની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે તેમના પક્ષમાં ભારે લાપરવાહી દાખવવામાં આવી છે.

આ નેતાઓ પણ આતંકવાદીઓનું નિશાન બનેલા છે
20
નવેમ્બર, 2018ના રોજ કાશ્મીરના અનંતનાગમાં અજાણ્યા હુમલાખોરોએ અલતાવાદી નેતા હફિજુલ્લા મીરની ગોળી મારી હત્યા કરી હતી. તે અનંતનાગમાં તહરીક-એ-હુમરિયત પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હતા.
5
મે,2019ના રોજ ભાજપના કાર્યકર્તા ગુલ મોહમ્મદ મિરની દક્ષિણ કાશ્મીરના નૌગામમાં આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી.
1
લી નવેમ્બર,2018ના રોજ જમ્મુના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓએ ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહાર (52) અને તેમના ભાઈ અજીત (55)ની ગોળી મારી હત્યા કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post