• Home
  • News
  • સાઉથ કાશ્મીરથી મુગલ રોડના રસ્તે થઇ આતંકી કાલાકોટ પહોંચ્યા, સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી, અત્યારસુધી એક ઠાર, એન્કાઉન્ટર ચાલુ
post

સુરક્ષાદળો પ્રમાણે આતંકવાદીઓ એન્ટી ટેરર ઓપરેશનના ડરથી દક્ષિણ કાશ્મીરથી તેમના બેઝ રાજૌરી અને પુંછમાં શિફ્ટ થઇ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 11:42:16

જમ્મૂ: સુરક્ષાદળોએ જમ્મૂમાં રાજૌરી જિલ્લાના કાલાકોટમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. આર્મીએ માયારી વિસ્તારમાં ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે ઘેરાબંધી કરીને ગૂરૂવારે સાંજે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે ચાર આતંકવાદી આ વિસ્તારમાં જ ફસાયેલા છે. રાજૌરી જિલ્લામાં સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની આર્મીએ સીઝફાયર વાયલેશન કર્યું હતું. તેમાં આર્મીના એક જવાન શહીદ થયા છે. 

રાજૌરી પુંછ રેન્જના DIG વિવેક ગુપ્તાના જણાવ્યા પ્રમાણે બપોરે માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામા આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફાયરિંગ શરૂ થઇ હતી. અત્યારે એ નક્કી નથી કે આ આતંકવાદી કયા સંગઠનના છે. મોડી રાત સુધી વિસ્તારમાં રહી રહીને ફાયરિંગ થઇ રહી હતી. આર્મીના PROએ કન્ફર્મ કર્યું છે કે તેમણે એક આતંકવાદીને ઠાર કર્યો છે. 

જમ્મૂ આવવા માટે આતંકવાદીઓ મુગલ રોડનો ઉપયોગ કરતા રહે છે
સિક્યોરિટી ગ્રીડમાં ઉપસ્થિત સૂત્રો પ્રમાણે, આતંકવાદીઓનું આ ગ્રુપ કાશ્મીરના મુગલ રોડના રસ્તે શોપિયાં થઇને કાલાકોટ આવ્યું છે. સુરક્ષાદળો પ્રમાણે કાશ્મીર ઘાટીમાં ચાલી રહેલા ઓપરેશનથી ડરીને આતંકવાદીઓ જમ્મૂ સેક્ટરમાં પહોંચ્યા છે. આતંકવાદ જ્યારે ચરમસીમાએ હતો ત્યારે પણ મુગલ રોડનો ઉપયોગ આતંકવાદીઓ કાશ્મીર ઘાટીમાંથી ભાગીને જમ્મૂ આવવા માટે કરતા હતા. સુરક્ષાદળોએ ખુલાસો કર્યો છે કે અમુક મહિનામાં જ્યારે સુરક્ષાદળોએ ઘાટીમાં ટોપ કમાન્ડરને ખાતમો કર્યો છે ત્યારથી આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરમાં તેમના રાજૌરી બેઝમાં શિફ્ટ થઇ રહ્યા છે. 

તાજેતરમાં જ આર્મીએ રિયાજ નાયકૂ, જુનૈદ સહરાઇ અને ફૌજી ભાઇ અબ્દુલ રહમાન જેવા મોટા આતંકવાદીઓને ઘાટીમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે સમાચાર મળ્યા હતા કે કાલાકોટ તાલુકાના માયારી ગામમાં અમુક હથિયારધારી આતંકવાદીઓ છૂપાયા છે. તે વિસ્તારની ઘેરાબંધી કરીને સુરક્ષાદળોએ સ્થાનિકોને ત્યાંથી શિફ્ટ કરવાનું કામ શરૂ કર્યું.  રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેથી ઘુસણખોરીનો પ્રયાસ થયો હતો. નૌશેરામાં આર્મીએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઘટના 1 જૂનની રાતની છે. આર્મી પ્રમાણે 28મેના ઘુસણખોરીની જાણકારી મળી હતી. ત્યારબાદ આર્મીએ સૈનિકોને એલર્ટ કર્યા હતા. ત્રણ દિવસ બાદ એક એન્કાઉન્ટરમાં આ ઘુસણખોરોને આર્મીએ ઠાર કર્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post