• Home
  • News
  • કાશ્મીરમાં ભાજપના નેતા પર હુમલો:કુલગામમાં યુવા મોરચાના નેતા અને 2 કાર્યકર્તાઓની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી
post

કેટલાંક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદી હુમલામાં ફિદા હુસૈન સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ત્રણેય લોકો આ કારમાં જ સવાર હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-30 10:10:15

દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ગુરૂવારે સાંજે ભાજપના નેતા ફિદા હુસૈન સહિત 3 લોકોની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. ફિદા હુસૈન કુલગામ ભાજપ યુવા મોરચાના મહાસચિવ હતા. તેમની સાથે કાર્યકર્તા ઉમર રાશિદ બેગ અને ઉમર રમઝાન હાઝમની પણ હત્યા કરવામાં આવી છે. એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને બે લોકોના મોત હોસ્પિટલ લઈ જતા સમયે થયા હતા.

આતંકી હુમલાની જવાબદારી ધ રજિસ્ટેન્સ ફ્રંટ (TRF) નામના સંગઠને લીધી છે. આ સંગઠન લશ્કર-એ-તૌયબાનું સહયોગી સંગઠન છે. બાંદીપોરામાં ભાજપના નેતા વસીમ બારીની હત્યામાં પણ આ સંગઠનનું જ નામ સામે આવ્યું હતું.

ફિદા હુસૈન અને ઉમર હાઝમ કાઝીગુંડના રહેવાસી છે. હુસૈન પર ત્યારે હુમલો કર્યો જ્યારે તેઓ કાર્યકર્તાની સાથે પોતાના ઘર તરફ જઈ રહ્યાં હતા. આતંકીઓ એક ગાડીમાં આવ્યા અને ફાયરિંગ કરી ફરાર થઈ ગયા. સિક્યોરિટી ફોર્સે આ હુમલા પછી વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરી દીધું છે.

​​​​​​​બાંદીપોરામાં પણ ભાજપના નેતાની હત્યા કરવામાં આવી હતી

ચાર મહિના પહેલાં જ બાંદીપોરામાં ભાજપના નેતા વસીમ બારીની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં તેમના પિતા અને ભાઈના પણ મોત નિપજ્યા હતા. વસીમ બાંદીપોરા જિલ્લાના ભાજપના અધ્યક્ષ હતા. વસીમ બારી પર હુમલો તે સમયે થયો હતો, જ્યારે તેઓ પોતાની દુકાનમાં પિતા અને ભાઈની સાથે હતા. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post