• Home
  • News
  • હમાસની સુરંગોમાં જ્યાં છૂપાયો હશે ત્યાં પથ્થર બની જશે આતંકી! ઈઝરાયલે શરૂ કર્યો સ્પૉન્ઝ બોમ્બનો ઉપયોગ
post

હમાસને રોકવા ઇઝરાયેલ માટે આ મહત્વપૂર્ણ હથિયાર

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-30 17:27:02

ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર આવેલ સુરંગોને બંધ કરવા એક નવા હથિયારનો ઉપયોગ કરી શકે તેવી સંભાવના છે. આ હથિયાર એક ખાસ પ્રકારનો બોમ્બ છે જે વાસ્તવિકમાં એક રાસાયણિક બોમ્બ છે. જેમાં કોઈ પણ જાતનો વિસ્ફોટ થતો નથી. પરંતુ આ બોમ્બને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જયારે તે ફાટે છે ત્યારે તેમાંથી ફીણ નીકળે છે અને તે પથ્થરની જેમ મજબૂત બની જાય છે. પરિણામે આ બોમ્બનો મુખ્ય ઉપયોગ સુરંગોને બંધ કરવા માટે થાય છે.

ADVERTISEMENT

હમાસને રોકવા ઇઝરાયેલ માટે આ મહત્વપૂર્ણ હથિયાર

ઇઝરાયેલ તેના ઈનોવેટિવ હથિયારો માટે વિશ્વભરમાં વિખ્યાત છે. ગાઝા પટ્ટીમાં હમાસના આતંકીઓની સુરંગો તે આ સ્પૉન્ઝ બોમ્બ (Sponge Bomb) દ્વારા બંધ કરશે તેવી સંભાવના જણાઈ રહી છે. ઇઝરાયેલી સૈન્ય માટે સૌથી મોટો પડકાર એ છે કે હમાસના આતંકીઓ આવી સુરંગોનો ઉપયોગ કરીને જ છુપાઈને હુમલાઓ કરે છે. આ પ્રકારની ગોરિલા યુદ્ધ પદ્ધતિ ઇઝરાયેલ માટે ખતરો બની રહી છે. 

આ રીતે ઇઝરાયેલ હમાસના આતંકીઓને આગળ વધતા અટકાવશે

ઘણા રીપોર્ટમાં એવો દાવો કરાયો છે કે હમાસ આ સુરંગોમાં તેમના હથિયારો છુપાવે છે. ઇઝરાયેલ માટે ગ્રાઉન્ડ એટેક બાદ આ સૌથી મોટું કામ છે કે તે આ પ્રકારની સુરંગોને બંધ કરે. જો કોન્ક્રીટ અને સિમેન્ટના ચણતર દ્વારા સુરંગોને બંધ કરવામાં આવે તો તેમાં વધારે સમય અને ખર્ચ થાય છે માટે ઇઝરાયેલ દ્વારા સ્પૉન્ઝ બોમ્બ નામનું એક હથિયાર તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી સરળતાથી તે હમાસના આતંકીઓને આગળ વધતા અટકાવી શકે છે. 

સ્પૉન્ઝ બોમ્બ કેવી રીતે કામ કરે છે? 

સ્પૉન્ઝ બોમ્બ પ્લાસ્ટિકની બેગમાં હોય છે. જેમાં બે અલગ અલગ કેમિકલ હોય છે. આ કેમિકલને મેટલ પ્લેટ અથવા સળિયા જેવી ધાતુથી અલગ રાખવામાં આવે છે. જેવી આ ધાતુ વચ્ચેથી દૂર થાય છે કે તરત જ રસાયણો એકબીજાના સંપર્કમાં આવી પ્રતિક્રિયા કરીને ફીણવાળું પ્રવાહી મિશ્રણ બનાવે છે. જે વાતાવરણની હવાના સંપર્કમાં આવતા ઝડપથી આખા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને થોડા સમયમાં તે પથ્થરની જેમ મજબૂત બની ટનલને બંધ કરી દે છે.     

અમેરિકાએ પણ અગાઉ આ પ્રકારના હથિયારનો કર્યો હતો ઉપયોગ 

અગાઉ અમેરિકી સેનાએ 1990ના સમયમાં સોમાલિયામાં ફાટી નીકળેલી હિંસાને કાબૂમાં લેવા માટે અલ્ટ્રા-સ્ટીકી ફોમ બુલેટનો ઉપયોગ કર્યો હતો. આ ગોળીઓમાંથી નીકળતા ફીણ હિંસા ફેલાવનારાના હાથ-પગ પર ટાર્ગેટ કરીને મારવામાં આવતી જેના કારણે તે ઘાયલ થયા વગર ત્યાંને ત્યાં જ અટકી જતા હતા અને તેમની ધરપકડ સરળતાથી કરવામાં આવતી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post