• Home
  • News
  • ફિલ્મોમાંથી બ્રેક લઈ શકે છે થલાપતી વિજય:રાજકીય ડેબ્યુ પહેલાં એક્ટરનો છે તમિલનાડુની પદયાત્રાનો પ્લાન
post

'લિયો' પછી એક અનટાઇટલ ફિલ્મ પણ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-12 19:00:34

સાઉથના સુપરસ્ટાર થલાપતી વિજય હાલમાં જ VMI (વિજય મક્કલ ઇયક્કમ) ના સભ્યોને મળ્યો હતો. આ સાથે તેમના રાજકીય ડેબ્યુની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

હવે એવું સંભળાઈ રહ્યું છે કે, વિજય તેમના રાજકીય પ્રવેશ પહેલાં સમગ્ર તમિલનાડુમાં પદયાત્રા કરશે. એટલું જ નહીં, રિપોર્ટ તો એવા પણ મળી રહ્યાં છે કે, તેમની રાજકીય એન્ટ્રી બાદ વિજય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક પણ લઈ શકે છે.

'લિયો'ની રિલીઝ પહેલાં પદયાત્રા કરાશે
વિજયની આગામી ફિલ્મ 'લિયો' છે જે આ વર્ષે 19 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'લિયો'ની રિલીઝ પહેલાં વિજય તમિલનાડુની તીર્થયાત્રા પર જશે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જૂનથી અટકળો ચાલી રહી છે
અગાઉ જૂનમાં પણ વિજયે તામિલનાડુના તમામ 234 મતવિસ્તારોમાંથી ધોરણ 10મા અને 12મા ધોરણના ટોપર્સને સુવિધા આપી હતી. ત્યારથી તેમના રાજકીય ડેબ્યુ વિશે અટકળો લગાવવામાં આવી રહી છે.

'લિયો' પછી એક અનટાઇટલ ફિલ્મ પણ છે
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, વિજય હાલમાં 'લિયો'નું શૂટિંગ કરી રહ્યો છે. વિજય ઉપરાંત આ ફિલ્મમાં સંજય દત્ત અને ત્રિશા પણ જોવા મળશે. તે શાહરુખ ખાન સ્ટારર 'જવાન'માં પણ કેમિયો રોલમાં જોવા મળશે. આ પછી, તે નવેમ્બરમાં ડિરેક્ટર વેંકટ પ્રભુની અનટાઇટલ્ડ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરશે. આ પ્રોજેક્ટ પછી તે પૂર્ણ સમયની રાજનીતિમાં પ્રવેશી શકશે.

ત્રણ વર્ષનો બ્રેક લઈ શકે
કેટલાક રિપોર્ટમમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, વિજય તેની રાજકીય કરિયર માટે ફિલ્મોમાંથી 3 વર્ષનો બ્રેક પણ લઈ શકે છે. આ પહેલાં ઇન્ડિયા ટુડેના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, વિજય 2024માં પોતાનો રાજકીય પક્ષ બનાવી શકે છે અને 2026ની ચૂંટણીમાં પણ ભાગ લઈ શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post