• Home
  • News
  • કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ બાદ ભાગદોડ, અમેરિકી દૂતાવાસ પાસે થયો મોટો ધડાકો
post

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ કાબુલમાં સ્થિતિ વણસી છે. અફઘાનિસ્તાનથી નીકળવાનો ફક્ત એક જ રસ્તો બચ્યો છે અને તે છે કાબુલ એરપોર્ટ. પરંતુ ત્યાં પણ ફાયરિંગ થયા બાદ સ્થિતિ બગડી છે. ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. હાલ અમેરિકાએ કાબુલ એરપોર્ટ પોતાના કબ્જામાં લીધુ છે અને 6000 સૈનિકો ઉતારવાની તૈયારીમાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-16 09:47:01

કાબુલ: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ કાબુલમાં સ્થિતિ વણસી છે. અફઘાનિસ્તાનથી નીકળવાનો ફક્ત એક જ રસ્તો બચ્યો છે અને તે છે કાબુલ એરપોર્ટ. પરંતુ ત્યાં પણ ફાયરિંગ થયા બાદ સ્થિતિ બગડી છે. ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. આ ઉપરાંત કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે ધડાકા થયા હોવાના પણ અહેવાલ છે. હાલ અમેરિકાએ કાબુલ એરપોર્ટ પોતાના કબ્જામાં લીધુ છે અને 6000 સૈનિકો ઉતારવાની તૈયારીમાં છે. આ બાજુ ભારતની અધ્યક્ષતામાં આજે UNSC ની બેઠક યોજાવવાની છે. 

અમેરિકી દૂતાવાસ પાસે ધડાકા
કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે બે મોટા ધડાકા થયાના રિપોર્ટ્સ છે. આ ધડાકામાં કોઈના ઘાયલ કે માર્યા ગયા હોવાની હજુ સુધી જાણકારી મળી નથી. અમેરિકાએ પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળો પર છૂપાઈ જવાનું કહ્યું છે. આ સાથે જ કાબુલ એરપોર્ટ બહાર પણ ફાયરિંગ થયું છે. જેના કારણે એરપોર્ટ પર આગ લાગી ગઈ.

એરપોર્ટથી આવતા વીડિયોમાં જોવા મળે છે ભયંકર પરિસ્થિતિ
ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ છે. લોકો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગી રહ્યા છે. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. કાબુલ એરપોર્ટથી જે વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે તેમાં સ્થિતિ ખુબ ભયાનક જોવા મળી રહી છે. એરપોર્ટ પર બસ સ્ટેન્ડ જેવો નજારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચી રહ્યા છે. એરપોર્ટ પર સુરક્ષા જેવું કશું નથી. 

એરપોર્ટની બહાર ફાયરિંગ
અનેક એવા વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ બહાર ફાયરિંગ થયું છે. કાબુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની આયેશા અહેમદીએ એક વીડિયો શેર કરીને કહ્યું કે એરપોર્ટ બહાર ફાયરિંગ થઈ રહ્યું છે. 

અમેરિકાએ એરપોર્ટને કબ્જામાં લીધુ, ઉતારશે 6000 સૈનિકો
અમેરિકા પોતાના લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં લાગ્યું છે. કાબુલ એરપોર્ટ પર હાલાત બગડતા જોતા અમેરિકાએ એરપોર્ટને પોતાના કબ્જામાં લીધુ છે. અમેરિકી વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયના હવાલે જણાવવામાં આવી રહ્યું છે કે કાબુલમાં હામિદ કરઝઈ એરપોર્ટને સુરક્ષિત કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. અમેરિકા સંપૂર્ણ રીતે એર ટ્રાફિક કંટ્રોલને સંભાળશે. સિક્યુરિટીનો વિસ્તાર કરતા 6000 સૈનિકો ત્યાં ઉતારવામાં આવી રહ્યા છે. રેસ્ક્યૂ મિશન ચાલુ છે. 

ભારતની અધ્યક્ષતામાં બેઠક
અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ જોતા આજે સવારે 10 વાગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની એક બેઠક થવાની છે. આ બેઠકની અધ્યક્ષતા ભારત કરશે. આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રે પણ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. 

બગરામ એરબેસ ઉપર પણ તાલિબાનનો કબ્જો
તાલિબાને બગરામ એરબેસ ઉપર પણ પોતાનો કબ્જો જમાવી લીધો છે. કહેવાય છે કે આ એરબેસની સુરક્ષામાં તૈનાત અફઘાન સેનાએ તાલિબાની આતંકીઓ સામે સરન્ડર કરી દીધુ છે. આ એરબેસ પર મોટી સંખ્યામાં કેદીઓ પણ રાખવામાં આવ્યા છે. એક સમયે આ એરબેસ અફઘાનિસ્તાનમાં અમેરિકાનું સૌથી મોટું સૈનિક ઠેકાણું હતું. 

રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનના કબ્જાની પહેલી તસવીર આવી સામે
અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનનું રાજ આવી ગયુ છે. રાષ્ટ્રપતિ ભવન ઉપર પણ તાલિબાને કબ્જો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનના આતંકીઓની કબ્જાની પહેલી તસવીર પણ સામે આવી છે. 

ભારતમાં અફઘાન દૂતાવાસનું ટ્વિટર હેન્ડલ હેક?
આ બાજુ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર અફઘાની દૂતાવાસની અનેક આકરી ટ્વીટ સામે આવી છે. આ ટ્વીટમાં રાષ્ટ્રપતિ સહિત તેમના કેટલાક નીકટના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. એક ટ્વીટમાં લખ્યું છે કે 'અમે બધા શરમથી માથા પીટી રહ્યા છીએ અને ગની બાબા પોતાના બદમાશો સાથે ભાગી ગયા. તેમણે બધુ બરબાદ કરી નાખ્યું. ભાગેડુંની સેવા કરવા બદલ અમે બધા ક્ષમા માંગીએ છીએ. અલ્લાહ ગદ્દારને સજા આપે! તેમનો વારસો અમારા ઈતિહાસ પર એક ધબ્બો હશે.' બીજી ટ્વીટમાં રાષ્ટ્રપતિ કાર્યાલયના ડાયરેક્ટર અને અશરફ ગનીના ખાસ જનરલ ફઝલ ફઝલી પર હુમલો કરતા બીબીસી રિપોર્ટના આધારે તેમને ચરિત્ર્યહિન ગણાવાયા છે. જો કે બાદમાં આ બધી ટ્વીટ ડિલીટ કરી દેવાઈ. 

 

adv

Related News

post
post
post
post
post
post
post