• Home
  • News
  • કેન્દ્રએ પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ.10 અને ડીઝલ પર રૂ.13 એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો, જોકે રિટેલ પ્રાઈઝ પર અસર થશે નહીં
post

આ અગાઉ મંગળવારે દિલ્હી અને પંજાબ સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટ દરમાં વધારો કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 09:41:53

નવી દિલ્હી:
દેશભરમાં કોરોના સંકટની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લીટર રૂપિયા 10 અને ડીઝલ પર પ્રતિ લીટર રૂપિયા 13 એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. જોકે, સરકારના આ પગલાંથી સામાન્ય નાગરિકો પર કોઈ જ બોજ પડશે નહીં. ફ્યુઅલ પંપ પર રિટેલ પ્રાઈઝ યથાવત સપાટી પર રહેશે. પેટ્રોલ-ડીઝલ પર જે ડ્યુટી વધારવામાં આવી છે તે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ વહન કરશે. એક્સાઈઝ ડ્યુટીના નવા દર મંગળવાર મધ્યરાત્રીથી લાગૂ થઈ ગયા છે.

આ અગાઉ મંગળવારે દિલ્હી અને પંજાબ સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટ દરમાં વધારો કર્યો હતો. ડીઝલ પર 15.15 ટકા અને પેટ્રોલ પર 23.3 ટકા વેટ વધારવામાં આવ્યો હતો. તેને લીધે આ બન્ને રાજ્યમાં ઈંધણની કિંમતમાં પ્રતિ લીટર રૂપિયા 2 વધારો થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post