• Home
  • News
  • કેન્દ્ર સરકારે મહિલા સરકારી કર્મચારીઓને આપી મોટી સુવિધા, હવેથી પેન્શન માટે મળશે આ લાભ
post

પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) એ નિયમોમાં સુધારો કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-02 18:48:36

કેન્દ્ર સરકારે મંગળવારે આપેલી જાણકારી મુજબ મહિલા સરકારી કર્મચારીઓ હવે ફેમિલી પેન્શન માટે તેમના બાળક કે બાળકોમાંથી કોઈ એકને વારસદાર બનાવી શકે છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે વૈવાહિક વિવાદના મામલામાં હવે મહિલા કર્મચારીઓને ફેમિલી પેન્શન માટે તેમના બાળકો અથવા બાળકોમાંથી કોઈ એકનેવારસદાર બનાવવાની સુવિધા આપવામાં આવી છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 2021 નો નિયમ 50 સરકારી કર્મચારી અથવા નિવૃત્ત સરકારી કર્મચારીના મૃત્યુ પછી કુટુંબ પેન્શનની મંજૂરી આપે છે.

જુનો નિયમ આવો હતો 

જો કોઈ મૃત સરકારી કર્મચારી કે પેન્શનરના પરિવારમાં તેમન પતિ કે પત્ની હયાત છે, તો પેન્શન પહેલા તેમના હયાત જીવનસાથીને આપવામાં આવતું. નિયમ મુજબ પરિવારના અન્ય સભ્યોને ત્યારે જ પેન્શન મળે કે જયારે મૃતક સરકારી કર્મચારીના હયાત જીવનસાથી પેન્શન માટે અયોગ્ય બને અથવા મૃત્યુ પામે.

DOPPW સેક્રેટરીએ આ વાત કહી

પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DOPPW) એ હવે નિયમોમાં સુધારો કર્યો છે અને મહિલા કર્મચારીને ફેમિલી પેન્શન માટે તેના પતિને બદલે તેના બાળક/બાળકોને વારસદાર બનાવવાની મંજૂરી આપી છે. મહિલા સરકારી કર્મચારીનું પેન્શન પાત્ર બાળકને એવા તમામ કેસોમાં કે જ્યાં મહિલા સરકારી કર્મચારીએ છૂટાછેડાની અરજી દાખલ કરી હોય અથવા ઘરેલું હિંસાથી મહિલાઓની સુરક્ષા અધિનિયમ અથવા ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ દાખલ કર્યો હોય. ત્યાં બધે જ આ સુધારો કરવા આવશે. 

મહિલા કર્મચારીઓના સશક્તિકરણ માટે લેવાયો નિર્ણય

તેમણે કહ્યું કે DoPPW એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે ચર્ચા કરીને, મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને સુધારો તૈયાર કર્યો છે. રાજસ્થાન કેડરના 1989 બેચના IAS અધિકારી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, 'સુધારો પ્રકૃતિમાં પ્રગતિશીલ છે અને તે ફેમિલી પેન્શનની બાબતોમાં મહિલા કર્મચારીઓને સશક્ત બનાવે છે.'

DoPPWએ આપ્યો આદેશ

DoPPWએ એક આદેશમાં જણાવ્યું છે કે જો કોઈ મહિલા સરકારી કર્મચારી અથવા મહિલા પેન્શનરની કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી પેન્ડિંગ હોય અથવા તેના પતિ વિરુદ્ધ મહિલા સંરક્ષણ અધિનિયમ અથવા દહેજ પ્રતિબંધ અધિનિયમ અથવા ઘરેલું હિંસા સંબંધિત ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ દાખલ કર્યો હોય તો, આવી મહિલા સરકારી કર્મચારીઓ અથવા મહિલા પેન્શનરોને પેન્શન માટે તેના બાળકને વારસદાર બનાવવાની સુવિધા મળશે.

adv

Related News

post
post
post
post
post
post
post