• Home
  • News
  • ચીન-તાઈવાન વચ્ચેના સંઘર્ષની કાર અને મોબાઈલ કંપનીઓ પર પડી શકે છે અસર
post

એક સમયે TSMC ગ્લોબલ માર્કેટની 92 ટકા ડિમાન્ડ પૂરી કરી રહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-03 18:43:40

નવી દિલ્હી: ચીન અને તાઈવાન વચ્ચે અનેક દશકાઓથી ચાલી રહેલી ખેંચમતાણ છેલ્લા કેટલાક દિવસોથી ચરમસીમાએ પહોંચી છે. અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાજેતરની તાઈવાન યાત્રાએ ફરી એક વખત ચીન-તાઈવાન સંઘર્ષને વધુ ઉશ્કેરવાનું કામ કર્યું છે. પેલોસીના આ પ્રવાસની જાણ થઈ ત્યારથી ચીન સતત ચેતવણી આપી રહ્યું હતું અને તાઈવાનની ખાડીમાં યુદ્ધની શરૂઆતની આશંકા વધુ પ્રબળ બની રહી છે. 

જોકે આ તમામ ઘટનાક્રમ વચ્ચે વિશ્વના બાકીના દેશોને અન્ય એક ચિંતા સતાવી રહી છે. વિશ્વના અનેક દેશો પહેલેથી જ ઓટો ઈન્ડસ્ટ્રી તથા સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં ચિપ શોર્ટેજથી પરેશાન છે. તાઈવાનની સ્થિતિ અનિયંત્રિત થવા પર આ સંકટ વધુ ગંભીર બની શકે છે કારણ કે, આ નાનકડો દેશ સેમીકંડક્ટરના ઉત્પાદન માટે આખી દુનિયાની ફેક્ટરી તરીકેનું કામ આપે છે. 

કઈ રીતે તાઈવાનમાં સેમીકંડક્ટર ક્રાંતિ થઈ

સેમીકંડક્ટર ક્ષેત્રે તાઈવાનના વિકાસની શરૂઆત 1985ના વર્ષથી થઈ હતી. તાઈવાન સરકારે Morris Changને દેશમાં ઉભરી રહેલી સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યુ હતું. 

ત્યાર બાદ 1987માં તાઈવાન સરકાર, Morris Chang, Chang Chun Moi અને Tseng Fan Chengએ સાથે મળીને તાઈવાન સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીની (Taiwan Semiconductor Manufacturing Company) સ્થાપના કરી હતી. તે આજે વિશ્વની સૌથી મોટી સેમીકંડક્ટર કંપની છે. સેમીકંડક્ટર ક્ષેત્રે આ કંપનીના દબદબાનો અંદાજ એ રીતે પણ લગાવી શકાય કે, એક સમયે TSMC ગ્લોબલ માર્કેટની 92 ટકા ડિમાન્ડ પૂરી કરી રહી હતી. જ્યારે તેના પછીના ક્રમે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગની ભાગીદારી માત્ર 8 ટકાએ સીમિત હતી.  

જાણો શેમાં થાય છે સેમીકંડક્ટરનો ઉપયોગ

સેમીકંડક્ટરનો ઉપયોગ મોટા પાયે ઈલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન, કારના સેન્સર વગેરેમાં થાય છે. તેનું ઉત્પાદન એક જટિલ કામ છે અને તેમાં ડિઝાઈન કરનારી કંપનીઓ ઉપરાંત તેની ઉત્પાદક કંપનીઓ પણ સામેલ થાય છે. તે સિવાય સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીના નેટવર્કમાં ટેક્નોલોજી સપ્લાય કરવાથી લીને સામગ્રીઓ અને મશીનરી પૂરી પાડનારી કંપનીઓ પણ સામેલ થાય છે. 

TSMC મુખ્યત્વે ઉત્પાદન પર ફોકસ કરે છે. સેમસંગ ઉપરાંત વિશ્વની ગણતરીની કંપનીઓ જ અદ્યતન 5 નેનોમીટરની ચિપ્સ બનાવે છે જેમાં TSMC પણ સામેલ છે. ચીન સેમી કંડક્ટર ઈન્ડસ્ટ્રી મામલે તાઈવાન કરતાં ખૂબ જ પાછળ છે. 

વિશ્વની દિગ્ગજ કંપનીઓ તાઈવાન પર નિર્ભર

કોરોના કાળ દરમિયાન તાઈવાનની સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીને ખૂબ જ અસર પહોંચી હતી. જોકે તેમ છતાં આ સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીમાં તાઈવાનનો દબદબો કાયમ છે. તાઈપેઈ સ્થિત રિસર્ચ ફર્મના આંકડાઓ પ્રમાણે 2020માં સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીની ટોટલ ગ્લોબલ રેવન્યુમાં તાઈવાનની કંપનીની ભાગીદારી 60 ટકાથી વધુ રહી. તેમાં સૌથી વધુ યોગદાન TSMCનું જ હતું. TSMC આજે પણ વિશ્વની સૌથી મોટી સેમીકંડક્ટર કંપની છે તથા Apple, Qualcomm, Nvidia, Microsoft, Sony, Asus, Yamaha, Panasonic જેવી દિગ્ગજ કંપનીઓ તેન ક્લાયન્ટ છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post