• Home
  • News
  • ચીની હુમલો પૂર્વયોજિત હતો, ચીની નેતાઓના ઈશારે કરવામાં આવ્યો
post

હિંસાની આ ઘટના પોતાને વિજેતા દર્શાવવાની ચાલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 11:58:32

નવી દિલ્હી: સવાલ: શું આ ઘટના ચીની નેતૃત્વના ઈશારે કરવામાં આવી?
જવાબ: ચીનના લોકલ કમાન્ડરોએ ચીનના રાજકીય નેતાઓના ઈશારે આ હુમલો કરાવ્યો હતો. ઉશ્કેરણીના કારણે આ ઘટના બની નથી. બન્ને દેશો વચ્ચે સૈન્યને પાછળ ખસેડવા માટેના કરાર થયા હતા. ભારતીય કમાન્ડર ચીની સૈન્ય પાછું ફરે એના પર નજર રાખી રહ્યા હતા. ચીની નેતાઓ એ સંદેશ આપવા માગતા હતા કે એકતરફી કાર્યવાહી નથી થઈ. હિંસાની આ ઘટના પોતાને વિજેતા દર્શાવવાની ચાલ છે.


સવાલ: ચીને ઘર્ષણ માટે આ જ સમય કેમ પસંદ કર્યો?
જવાબ: ચીન વિશ્વને પોતાની તાકાતનો સંદેશ આપવા માગતું હતું. તે એવો દેખાડો કરવા માગે છે કે કોરોનાએ તેનું કશું જ બગાડ્યું નથી. તેનું અર્થતંત્ર એટલું મજબૂત છે કે તે કોઈની પણ સાથે ટકરાઈ શકે છે.


સવાલ: તો તાકાત બતાવવા ભારતને જ કેમ પસંદ કર્યું?
જવાબ: અનેક કારણો છે. અમેરિકાએ જી-7નો વ્યાપ વધારીને ભારતને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા-ભારત વચ્ચેની દોસ્તી ગાઢ થઈ રહી છે જેનાથી ચીન હતાશ છે. એફડીઆઇ પૉલિસીમાં બદલાવથી પણ ચીનના પેટમાં તેલ રેડાયું છે. હોંગકોંગ અને તાઇવાન મુદ્દે પણ ચીનની હાલત કફોડી બની છે. ઘરેલુ મોરચે રાજકીય તનાવથી તે ધ્યાન ભટકાવવા માગે છે.

adv

Related News

post
post
post
post
post
post
post