• Home
  • News
  • કેલિફોર્નિયામાં 3 વર્ષની સૌથી ભયાનક આગ
post

અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ અત્યાર સુધી 2.30 લાખ એકરમાં ફેલાઈ ગઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-05 11:06:40

કેલિફોર્નિયા: અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ અત્યાર સુધી 2.30 લાખ એકરમાં ફેલાઈ ગઈ છે. આગની ચપેટમાં દસ શહેર આવી ગયા છે. હજારો ઘર ખાક થઈ જવાના કારણે આશરે છ લાખ લોકો બેઘર થયા છે.

અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સના રિપોર્ટ પ્રમાણે, ગ્લોબલ વોર્મિંગના કારણે કેલિફોર્નિયાના જંગલોમાં તાપમાન વધ્યું છે. આ આગનું નામ મારિયા ફાયર રખાયું છે. 12 દિવસ પહેલા લાગેલી આ આગની સૌથી વધુ અસર દક્ષિણ કેલિફોર્નિયામાં થઈ છે. જે વિસ્તારમાં આગ બુઝાઈ ગઈ છે, ત્યાં લોકોને પાછા જવાની ધીમે ધીમે મંજૂરી અપાઈ રહી છે. આ કેલિફોર્નિયામાં છેલ્લા 3 વર્ષમાં લાગેલી સૌથી ભીષણ આગ છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. 2017માં 1.3 લાખ અને 2018માં 1.9 લાખ એકરમાં આગ લાગી હતી. 2018માં 86 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે અનેકને ઈજા થઈ હતી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું છે કે, અમેરિકન સરકાર આ વર્ષે પણ કેલિફોર્નિયાના ફંડમાં કાપ મૂકશે. કેલિફોર્નિયાના ડેમોક્રેટ ગવર્નર ગૈવિન ન્યૂસોમે આગ બુઝાવવા બેકાર મેનેજમેન્ટ કર્યું છે. તેનાથી જંગલ વિનાના વિસ્તાર પણ તબાહ થયા છે.

કેલિફોર્નિયાના ગવર્નર ગૈવિન ન્યૂસોમે ટ્રમ્પની ટ્વિટનો તાત્કાલિક જવાબ આપતા કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પની પર્યાવરણ નીતિઓ અત્યંત જટિલ છે. તેમને ક્લાઈમેટ ચેન્જ પર પણ વિશ્વાસ નથી. એટલે તેઓ આગ લાગવાના કારણ પણ કેવી રીતે જાણી અને સમજી શકશે.

કેલિફોર્નિયાના જંગલોના 57% વિસ્તારનું મેનેજમેન્ટ કેન્દ્રિય એજન્સીઓ કરે છે, જ્યારે કેલિફોર્નિયાને મેનેજમેન્ટ કરવા કેન્દ્રિય ફંડ અપાય છે. ગયા વર્ષે આ માટે રૂ. 511 કરોડ મંજૂર કરાયા હતા, પરંતુ ટ્રમ્પ સરકારે તેમાંથી રૂ. 64 કરોડનો કાપ મૂક્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post