• Home
  • News
  • યુએસમાં મોતનો આંકડો 52 હજારને પાર, 9 લાખથી વધુ એક્ટિવ કેસની સારવાર ચાલે છે
post

વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 28,30,082 થઈ ગઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 09:11:28

વોશિંગ્ટન: અમેરિકામાં કોરોનાને કારણે મરનારાની સંખ્યા 52 હજારને પાર કરી ગઈ છે. શુક્રવારે જાહેર થયેલા આંકડા મુજબ અમેરિકામાં મૃતકોની સંખ્યા 52185 થઈ છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 925038ની છે. તેમાંથી 110432 લોકો સાજા થઈ ગયા છે. અમેરિકા પછી ઇટાલી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અહીં 25969 લોકોના મોત થયા છે. 192994 લોકો સંક્રમિત છે. જ્યારે 60498 લોકો સાજા થઈ ગયા છે. અમેરિકામાં હજુ પણ સાડા સાત લાખથી વધુ લોકો એક્ટિવ કેસની કેટેગરીમાં છે જેમની સારવાર ચાલી રહી છે. આ એક્ટિવ કેસમાંથી લગભગ 15 હજારથી વધુ લોકો એવા છે કે જેમની સ્થિતિ ગંભીર છે અને તેમને વેન્ટિલેટર કે આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.  હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 28,30,082 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 1,97,246ને પાર થઈ ગઈ છે. અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ પણ આક્ષેપ કર્યો છે કે ચીનને કોરોના અંગે નવેમ્બરથી ખ્યાલ હતો પણ માહિતી આપવામાં ચીને પારદર્શિતા જાળવી નથી.

adv

Related News

post
post
post
post
post
post
post