• Home
  • News
  • કોરોના વાઈરસથી ચીનમાં અત્યાર સુધીમાં 170ના મોત, 24 કલાકમાં 1700 નવા કેસ નોંધાયા
post

એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ ચીન જનાર કેટલીક ફ્લાઈટ્સ રદ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 10:08:45

ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 170 લોકોના મોત થયા છે. સ્પુતનિક ન્યૂઝ એજન્સી મુજબ છેલ્લા 24 કલાકમાં ચીનમાં 1700 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 7711 કેસ સામે આવ્યા છે. કોરોના વાઈરસના પ્રભાવને જોઈને આજે (ગુરુવારે) વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની બીજી બેઠક મળશે. જેમાં આને લઈને ગ્લોબલ હેલ્થ ઈમર્જન્સીની જાહેરાત થઈ શકે છે.


એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ ચીન જનાર કેટલીક ફ્લાઈટ્સ રદ કરી


ઈન્ડિંગોએ 1 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરીની વચ્ચે દિલ્હી અને બેંગલુરુથી ચીન જનાર ફલાઈટ્સને રદ કરી છે. બ્રિટિશ એરવેઝે તાત્કાલિક ધોરણે ચીન જનાર પોતાની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. સિવાય રશિયાની યુરાલ્સ એરલાઈને પણ યુરોપના કેટલાક શહેરોમાં જનાર તમામ ફ્લાઈટ્સને કેન્સલ કરી દીધી છે.


દેશોમાં ઈન્ફેક્શનો સૌથી વધુ ખતરો

સાઉથહેમ્પટન યુનિવર્સિટીના અધ્યનના જણાવ્યા મુજબ ઈન્ફેક્શનનો સૌથી વધુ ખતરો થાઈલેન્ડમાં છે. લિસ્ટમાં જાપાન બીજા અને હોન્ગકોન્ગ ત્રીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયા 10માં, બ્રિટન 17માં નંબરે છે. લિસ્ટમાં ભારતનો નંબર 23મો છે.


ટોયોટાએ ચીનમાં પોતાના પ્લાન્ટ બંધ કર્યા, એપ્પલે કર્મચારીઓને પ્રતિબંધિત કરી

જાપાનની કાર મેન્યુફેકચરિંગ કંપની ટોયોટાએ ચીનમાં પોતાના પ્લાન્ટને 9 ફેબ્રુઆરી સુધી બંધ કર્યો છે. કંપનીનું કહેવું છે કે સરકારના નિર્દેશ અને પાર્ટ્સ સપ્લાઈની સ્થિતિને જોતા અમે નિર્ણય કર્યો છે કે અમે ચીનમાં પોતાનો પ્લાન્ટ બંધ રાખીશું. અગામી નિર્ણય 10 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post