• Home
  • News
  • પોલેન્ડમાં પ્રથમ હિમવર્ષા, 10 ઈંચ સુધી બરફ જામ્યો, તાપમાન માઈનસ 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું
post

કોરોના સામે ઝઝૂમી રહેલા પોલેન્ડમાં હિમવર્ષા થતાં જ લોકો ઘરોથી બહાર આવી ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 12:03:04

મધ્ય યુરોપિયન દેશ પોલેન્ડમાં મંગળવારે પ્રથમ વખત હિમવર્ષા થઈ હતી. દરમિયાન ટાટ્રા પર્વતીય ક્ષેત્રના મકાનો, માર્ગો અને વૃક્ષો-છોડવાઓ પર બરફની ચાદર પથરાઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું કે આ ગત 30 વર્ષમાં પહેલીવાર થયું છે કે જ્યારે પ્રથમ હિમવર્ષામાં જ માર્ગો પર 6થી 10 ઈંચ સુધી બરફના જામી ગયો છે. તાપમાન માઈનસ 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. સૌથી વધુ બરફ રિસોર્ટવાળા શહેર જોકોપેનમાં પડ્યો હતો.

બીજી બાજુ કોરોના સામે ઝઝૂમી રહેલા પોલેન્ડમાં હિમવર્ષા થતાં જ લોકો ઘરોથી બહાર આવી ગયા હતા. જોકોપેન હોટેલના માલિકોએ કહ્યું કે લાંબા સમયથી હોટેલોમાં કોઈ આવ્યું નથી. હિમવર્ષાને લીધે હવે લોકો ઘરોથી નીકળશે અને અહીં આવીને રજાઓ વીતાવશે. તેનાથી જોકોપેનના લોકોને રોજગાર મળી શકશે.

ટાટ્રા પર્વત નજીક વસેલા જોકોપેનની વસતી આશરે 28 હજાર છે. હિમવર્ષાના દિવસોમાં આ પોલેન્ડનું સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળ બની જાય છે. હાલના દિવસોમાં અહીં લાખો લોકો રજાઓ માણવા આવે છે. સંપૂર્ણ શહેર પર્યટન પર જ નિર્ભર છે. હિમવર્ષા થતાં જ અહીં સ્કીઈંગ, સ્કેટિંગ, સ્નોબોર્ડિંગ, આઈસ ક્લાઈમ્બિંગ જેવી રમતો શરૂ થઈ જાય છે. ઉપરાંત બરફના પર્વતોને નિહાળવા કેબલ કાર પણ ચલાવાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post