• Home
  • News
  • આઈસ હોટલ દર વર્ષે બને છે અને પાંચ મહિનામાં નદી બની જાય છે
post

હોટલમાં બરફના 550 બ્લોક લગાવાયા છે, દરેકનું વજન અઢી ટન છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 12:05:36

આ તસવીર સ્વિડનમાં બનાવાયેલી દુનિયાની એકમાત્ર આઈસ હોટલની છે. દર વર્ષે શિયાળામાં આ હોટલ તૈયાર કરાય છે અને પાંચ મહિના પછી તે નદી બની જાય છે. 1989માં પહેલીવાર બનેલી આ હોટલનો 31મો સ્થાપના દિન મનાવાઈ રહ્યો છે.

હોટલના સ્થાપક યંગવે બર્ગક્વિસ્ટ અને ક્રિએટિવ ડિરેક્ટર લુકા રોનકોરોનીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે 6 પ્રકારના સ્યૂટમાં 12 બેડરૂમ, આઈસ બાર અને આઈસ સ્કલ્પચર બનાવ્યા છે. યંગવે કહે છે કે, આ હોટલ આર્કટિક સર્કલથી 200 કિ.મી. દૂર ટોર્ન નદી પર છે.

અહીં તાપમાન -18થી -40 ડિગ્રીની આસપાસ રહે છે. દર વર્ષે આ હોટલમાં 70 હજાર લોકો રજાઓ ગાળવા આવે છે, પરંતુ મહામારીના કારણે મર્યાદિત લોકો આવશે એવું લાગી રહ્યું છે. એટલે આ વર્ષે અમે ફક્ત 6 સ્યૂટ બનાવ્યા છે.

હોટલમાં બરફના 550 બ્લોક લગાવાયા છે, દરેકનું વજન અઢી ટન છે

આ હોટલનું એક રાતનું ભાડું 4 હજાર સ્વિડિશ ક્રોના (આશરે રૂ. 35 હજાર) છે. સ્વિડનના 24 કલાકારોએ આશરે 18 દિવસમાં હોટલ તૈયાર કરી છે.

આ હોટલ 11 એપ્રિલ 2021 સુધીમાં પીગળી જશે, ગયા વર્ષે 12 સ્યૂટ બનાવાયા હતા

હોટલ માલિક યંગવેનો દાવો છે કે, આ આઈસ હોટલ 11 એપ્રિલ 2021 સુધી પીગળી જશે. ગયા વર્ષે અમે અહીં 12 સ્યૂટ બનાવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post