• Home
  • News
  • ભારતીય વાયુસેનાને મળશે સ્વદેશી રાફેલ, એક જ સેકન્ડમાં 305 મીટર સીધી ઉડાન ભરવા સક્ષમ
post

વિશ્વના એડવાન્સ્ડ અને ઘાતક વિમાનોમાં સામેલ રાફેલનું ભારતમાં થશે નિર્માણ

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-29 19:22:37

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે નાગપુરના મિહાન સેજમાં ફ્રેન્ચ કંપની દસૉલ્ટ રાફેલ ફાઈટર જેટ બનાવશે. એટલે કે હવે ભારતીય વાયુસેના ભારતમાં જ નિર્મિત ફાઈટર જેટ ઉડાવશે. આ ફાઈટર જેટની નિકાસ પણ ભારતમાં જ કરાશે. જેનાથી દેશને મોટો ફાયદો થશે. અનિલ ધીરુભાઈ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રૂપ સાથે મળીને દસૉલ્ટ કંપની આ પ્રોજેક્ટ પૂરો કરશે.

રાફેલની શું છે વિશેષતા?  

રાફેલ ફાઈટર જેટની મહત્તમ ઝડપ 1912 કિ.મી./પ્રતિકલાક છે પણ કોમ્બેટ રેન્જ 1850 કિ.મી. છે. તે મહત્તમ 51,952 ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી શકે છે. તે એક સેકન્ડમાં 305 મીટરની સીધી ઉડાન ભરવામાં પણ સક્ષમ છે. રાફેલમાં એક પાયલટની જરૂર હોય છે. તેની લંબાઈ 50.1 ફૂટ છે અને વિંગ સ્પાન 35.4 ફૂટ છે. તેનું વજન 10,300 કિ.ગ્રા. છે. હાલમાં ભારતીય વાયુસેના પાસે 36 રાફેલ ફાઈટર જેટ્સ છે. 

ભારતમાં મલ્ટીરોલ એરક્રાફ્ટ તરીકે વિકસાવાશે

દસૉલ્ટ મરીનનું બીવીઆર રેટિંગ 100માંથી 90 ટકા છે. ભારતમાં તેને મલ્ટી રોલ ફાઈટર એરક્રાફ્ટ તરીકે વિકસિત કરાશે. રાફેલ પર મેટિયોર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટૂ એર મિસાઈલ (MBDA) લગાવવામાં આવી શકે છે. તેમાં 30 મિ.મી. કેલિબરની GIAT 30M/719B તોપ પણ લગાવાઈ છે અને ત્યાં જ હાર્નેટમાં 20 મિ.મી. કેલિબરની M61A1 વલ્કેન તોપ લગાવાઈ છે. ભારતીય નૌસેના પણ રાફેલ મરીનને ખરીદવાની છે, જેથી તેમાં નૌસેનાની જરૂરિયાત પ્રમાણે પણ ફેરફાર કરાયા છે. 


adv

Related News

post
post
post
post
post
post
post