• Home
  • News
  • જર્સી પર હવે 10ની જગ્યાએ 32 સ્કવેર ઇંચનો સ્પોન્સર લોગો હશે, ચાર મહિનામાં થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ
post

વનડે અને T-20 ક્રિકેટમાં સ્પોન્સર લોગો ઘણા મોટા હોય છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં એવું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 12:03:34

કોરોના મહામારી વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ રહી છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ આજથી સાઉથહેમ્પટનમાં પ્રથમ ટેસ્ટ રમશે. ઘણા ફેરફારો જોવા મળશે. પ્રેક્ષકો વિના, ખેલાડીઓને સ્ટેન્ડસ્ ખાલી લાગશે. ચાર મહિનાથી ક્રિકેટ રમાયું નથી, આને કારણે, દરેક દેશના ક્રિકેટ બોર્ડને આર્થિક નુકસાન થયું હતું. સ્ટાફના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. શ્રીલંકાએ કેટલાક કર્મચારીઓને નિકાળી પણ દીધા હતા. 

ICCએ નિર્ણય લીધો છે કે ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ જે જર્સી પહેરે છે, તેમાં સ્પોન્સર લોગો પહેલા કરતા ઘણો મોટો હશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી સ્પોન્સર્સને પ્રોત્સાહન મળી શકે અને તેઓ ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલા રહે.

સ્પોન્સર લોગોમાં શું બદલાવ થશે? 
ટેસ્ટ ક્રિકેટમાં પ્લેયર્સની જર્સીમાં વધુ બદલાવ કરવામાં નહિ આવે. અત્યાર સુધી સ્પોન્સર લોગો 10 સ્કવેર ઇંચનો જોવા મળતો હતો, હવે તેની સાઈઝ ત્રણ ગુણા વધી જશે. 10ની જગ્યાએ 32 સ્કવેર ઇંચનો લોગો દેખાશે. તે ટી-શર્ટ અને સ્વેટર પણ હશે. એક વર્ષ માટે આ સાઇઝના લોગોને મંજૂરી આપવામાં આવી છે.

એક ફેરફાર જે પહેલા કરવામાં આવ્યો
ICCએ જ્યારે ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ તો જર્સીમાં એક ફેરફાર કર્યો હતો. દરેક પ્લેયરની જર્સીની પાછળ તેનું નામ અને જર્સી નંબર હતો. આ મૂવનો વિરોધ પણ થયો હતો. પરંતુ ICCએ કહ્યું હતું કે, દૂર બેઠેલા દર્શકો પ્લેયર્સને ઓળખી શકે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post