• Home
  • News
  • આંધ્રમાં દેશની સૌથી મોટી નર્સરી, 10 હજાર એકરમાં 10 લાખ છોડ, રોજ 5 કરોડનો વેપાર
post

લૉકડાઉનમાં 50 ગામ, 6 હજાર ફાર્મ હાઉસ બંધ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 09:12:01

રાજમુંદરી: આંધ્ર પ્રદેશના રાજમુંદરીથી 15 કિ.મી. દૂર કડિયમ વિસ્તાર છે. લાંબા રસ્તા સાથે વહેતી નહેરની બન્ને તરફ છોડની હજારો નર્સરીઓ. 25 કિ.મી.ના દાયરામાં અંદાજે 6 હજાર ફાર્મ હાઉસમાં છોડ તૈયાર કરાય છે. 50 ગામની 10 હજાર એકર જમીનમાં ફેલાયેલું આ બજાર લૉકડાઉનમાં બંધ હતું પણ હવે અહીં રોનક પાછી ફરવા લાગી છે. ટ્રકો ભરીને છોડ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જવા લાગ્યા છે.

અહીંની શ્રીસત્યનારાયણ નર્સરીના સંચાલક તાતાજી જણાવે છે કે આ બજારની શરૂઆત 1959માં થયેલી. ત્યારે અહીં 3થી 4 નર્સરી જ હતી. ધીમે-ધીમે ગામવાસીઓ આ બિઝનેસમાં આવી ગયા અને આજે આ વિશ્વનું સૌથી મોટું છોડનું માર્કેટ છે. 

તસવીર ચાઇના બોનસાઇની છે. તેની કિંમત આકારના આધારે નક્કી થાય છે, જે 1 લાખથી 7 લાખ રૂ. સુધી હોય છે. હોટેલોમાં અને લગ્ન સહિતના શુભ પ્રસંગે ડેકોરેશનમાં તેની માગ રહે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post