• Home
  • News
  • અમેરિકામાં વંશીય હિંસા / આ છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટુ વિરોધ પ્રદર્શન, 2013-19 વચ્ચે પોલીસ હિંસામાં 7666 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમાંથી 24% અશ્વેત
post

સતત 8માં દિવસે 40થી વધુ રાજ્યો અને 140 શહેરમાં તોફાનો થઈ રહ્યા છે. પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 09:04:00

વોશિંગ્ટન: અમેરિકામાં સતત આઠમા દિવસે 40 કરતા વધારે રાજ્યો અને 140 શહેરોમાં થયેલા તોફાનોમાં પોલીસ અને વિરોધ પ્રદર્શન કરનારાઓ વચ્ચે સંઘર્ષ થયો છે. તેને લીધે 21 શહેરમાં નેશનલ ગાર્ડના જવાન ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ અને ધમકીભરી અપીલ કરી છે તેની કોઈ અસર જોવા મળતી નથી.

 

એક બાજુ કોરોના વાઈરસને લીધે અમેરિકાનું અર્થતંત્ર અગાઉથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે અને હવે જ્યારે જ્યોર્જ ફ્લોયડના મોતથી અમેરિકામાં જાતિય હિંસા ફેલાઈ છે. લોકો ખૂબ જ ડરેલા છે, તેઓ અનિશ્ચિતતાના માહોલમાં વધારે ગુસ્સામાં છે.

 

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારે મુશ્કેલીનો  સામનો કરી રહ્યા છે. તેમના માટે વર્તમાન મુશ્કેલીમાંથી બહાર આવવાનો કોઈ સરળ માર્ગ દેખાતો નથી. તેમને વ્હાઈટ હાઉસના બંકરમાં છૂપાવું પડ્યું છે. આ અગાઉ ભૂતપુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ આ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થઈ ચુક્યા છે.


ઓબામા કોઈ પણ સંજોગોમાં શાંતિપૂર્વક ઉકેલ મેળવવા જાણીતા હતા. પણ 2014માં અશ્વેત યુવક માઈકલ બ્રાઉનની હત્યા કેસને લઈ જે હિંસા ભડકી તેને લઈ તેઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ હવે દેશમાં નસ્લીય હિંસા સામે સૌથી મોટું આંદોલન ચાલી રહ્યું છે.

 

વર્ષ 2013 અને 2019 વચ્ચે પોલીસ દ્વારા થયેલી 99 ટકા હિસ્સાના કેસમાં કોઈ આરોપી નોંધાયો નથી

·         પોલીસ દ્વારા કરવામાં આવેલી હિંસાના કેસ પર નજર રાખતી વેબસાઈટ mappingpoliceviolence.org પ્રમાણે વર્ષ 2013થી 2019 વચ્ચે પોલીસના હાથે જે 99 ટકા હત્યાની ઘટના બને તેમા અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી નહીં કરવાના આરોપ લાગ્યા છે.

·         વર્ષ 2013 અને 2019 વચ્ચે અમેરિકામાં પોલીસ ગોળીબારીમાં 7666 લોકોના મોત થયા છે. તેમાંથી 24 ટકા અશ્વેત લોકો છે.

·         વર્ષ 2019માં પોલીસ હિંસામાં 1099 લોકોના મોત થયા. આ પૈકી 27 દિવસ એવા રહ્યા કે જ્યારે પોલીસની હિંસામાં લોકોના જીવ ન ગયા.

·         અમેરિકાની કુલ વસ્તી 32.82 કરોડ છે, તે પૈકી 13 ટકા લોકો અશ્વેત છે. પણ પોલીસ દ્વારા તેમને મારી નાંખવાની ઘટના અઢી ગણી વધારે છે.

·         છેલ્લા 6 વર્ષમાં અમેરિકાના ત્રણ રાજ્ય કેલિફોર્નિયા, ટેક્સાસ અને ફ્લોરિડામાં પોલીસ દ્વારા સૌથી વધારે અશ્વેતોની હત્યા થઈ છે.

·         ઉંટામાં અશ્વેત કુલ વસ્તીના ફક્ત 1.06 ટકા છે. પણ છેલ્લા 6 વર્ષમાં અહીં પોલીસની હિંસામાં મૃત્યુ પામનાર લોકોમાં 10 ટકા અશ્વેત હતા. અહીં અશ્વેતોના મૃત્યુની સંભાવના 9.21 ગણી વધારે છે.

·         મિનેસોટામાં અશ્વેત કુલ વસ્તીના ફક્ત 5 ટકા છે. પણ પોલીસ હિંસામાં મૃત્યુ પામનારમાં 20 ટકા અશ્વેત છે. અહીં અશ્વેતોના મોતની સંભાવના ચાર ગણી છે.

adv

Related News

post
post
post
post
post
post
post