• Home
  • News
  • કોરોનાનો વિશ્વમાં કહેર વધ્યો:જર્મનીમાં 20 ડિસેમ્બર સુધી લોકડાઉન વધારવામાં આવ્યું, UKમાં 5 મે પછી એક દિવસમાં સૌથી વધુ મોત
post

બ્રિટનમાં 2 લાખ કરોડ રૂપિયાનો ટેસ્ટ એડ ટ્રેસ પ્રોગ્રામ નિષ્ફળ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 11:45:26

 જો કોરોનાના નવા મામલાઓમાં ઘટાડો ન આવ્યો તો અમે પ્રતિબંધોને જાન્યુઆરી સુધી વધારીશું. જર્મનીમાં હવે કુલ 9.83 લાખ કોરોનાના મામલા પ્રકાશમાં આવી ચૂક્યા છે. જ્યારે લગભગ 15 હજાર લોકોના આ કારણે મોત થયા છે. બીજી તરફ યુનાઈટેડ કિંગ્ડમ(UK)માં 5 મે પછી એક દિવસમાં સૌથી વધુ 696 લોકોના મોત થયા છે.

સુદાનના પૂર્વ વડાપ્રધાનનું કોરોનાથી મોત
સુદાનના પૂર્વ વડાપ્રધાન અને નેશનલ ઉમ્મા પાર્ટીના અધ્યક્ષ સાદિક મહદીનું કોરોનાના કારણે બુધવારે મોત થયું. સુદાનના મીડિયા મુજબ, મહદી આ મહીનાની શરૂઆતમાં કોરના સંક્રમિત થયા હતા. તેમણે સંયુક્ત આરબ અમરાતમાં અંતિમ શ્વાસ લીધા. તે 1966-67 અને 1986-1989 સુધી સુદાનના વડાપ્રધાન રહ્યાં.

6 કરોડથી વધુ લોકો સંક્રમિત
વિશ્વમાં અત્યાર સુધીમાં 6.07 કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 4.20 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 14.26 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. હવે 1.72 કરોડ દર્દીઓ એવ છે જેમની સારવાર ચાલી રહી છે, એટલે કે એક્ટિવ કેસ.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોમાં સ્થતિ

દેશ

સંક્રમિત

મોત

સાજા થયા

અમેરિકા

11,31,37,962

2,68,219

78,05,280

ભારત

92,66,697

1,35,261

86,77,986

બ્રાઝિલ

61,66,898

1,70,799

55,12,847

ફ્રાન્સ

21,70,097

50,618

1,56,552

રશિયા

21,62,503

37,538

16,60,419

સ્પેન

16,22,632

44,037

ઉપલબ્ધ નથી

યુકે

15,57,007

56,533

ઉપલબ્ધ નથી

ઈટલી

14,80,874

52,028

637,149

અર્જેન્ટીના

13,90,388

37,714

1,217,284

કોલંબિયા

12,70,991

35,860

1,174,959

આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

UKમાં અત્યાર સુધીમાં 56 હજારથી વધુ મોત
જ્યારે બ્રિટનમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 696 મોત નોંધાયા અને 18 હજાર 213 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. એક દિવસમાં સૌથી વધુ મોતની વાત કરવામાં આવે તો 5 મે પછી બુધવારે સૌથી વધુ નોંધાયા છે. અધિકારિક આંકડોમાં તેન માહિતી આપવામાં આવી છે. તાજેતરમાં જ કેટલાક વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે ક્રિસમસ પહેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાનું સરકારનું પ્લાનિંગ કોરોનાની આગ પર ઈંધણ છાટવાનું કામ કરે તેવી શકયતા છે.

બ્રિટનમાં 2 લાખ કરોડ રૂપિયાનો ટેસ્ટ એડ ટ્રેસ પ્રોગ્રામ નિષ્ફળ
બીજી તરફ બ્રિટનમાં 22 બિલિયન ડોલર(લગભગ 2 લાખ કરોડ રૂપિયા)નો ટેસ્ટ એડ ટ્રેસ પ્રોગ્રામ નિષ્ફળ થવાના આરે છે. તેમાં સરકારે પ્રતિનિધિઓને 1 લાખ 10 હજારો લોકો સુધી પહોંચાડવાના હતા. અધિકારિક ડેટા મુજબ, 10માંથી 4 લોકોએ સેલ્ફ આઈસોલેશનનો ઈન્કાર કર્યો છે. બ્રિટનમાં મહામારીની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. ગાર્જિયનના જણાવ્યા મુજબ, ટેસ્ટ એડ ટ્રેસ પ્રોગ્રામ બ્રિટના માત્ર 58 ટકા સંક્રમિતો સુધી પહોંચી શકયો છે.

ફ્રાન્સનો ચોથો સૌથી પ્રભાવિત દેશ
રશિયાને પાછળ છોડીને ફ્રાન્સ કોરોનાના મામલામાં સૌથી વધુ પ્રભાવિત ચોથો દેશ બની ગયો છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 21.70 લાખ મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. 50618 લોકોના આ મહામારીના કારણે મોત થઈ ચૂક્યા છે. જ્યારે 1.56 લોકો સંપૂર્ણ રીતે સાજા થઈ ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post