• Home
  • News
  • NCERT પુસ્તકમાં INDIAનું નામ બદલીને 'ભારત' કરવામાં આવશે, સમિતિએ સર્વાનુમતે લીધો નિર્ણય
post

આ દરખાસ્ત થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-25 16:55:50

Bharat in NCERT Book : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં હવે INDIAનું નામ બદલીને 'ભારત' કરવામાં આવશે. NCERT દ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ માટે NCERTએ 19 સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (NSTC)ની રચના કરવામાં આવી હતી.

થોડા મહિના પહેલા જ દરખાસ્ત કરવામાં આવી હતી

વિપક્ષી ગઠબંધને તેનું નામ બદલીને I.N.D.I.A. રાખ્યા બાદ આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. હવે સમાચાર છે કે ટૂંક સમયમાં NCERT પુસ્તકોમાં દરેક જગ્યાએથી INDIA શબ્દને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. NCERT પેનલ સમક્ષ આને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. પેનલના સભ્યોમાંથી જણાવવામાં આવ્યુ હતું કે આ દરખાસ્ત થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. આ ઉપરાંત સમિતિએ પ્રાચીન ઈતિહાસની જગ્યાએ શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવાની ભલામણ પણ કરી હતી. 

તમામ વિષયોમાં IKSની શરુઆત કરવામાં આવશે

અભ્યાસક્રમમાં તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) એટલે કે ઈન્ડિંયન નૉલેજ સિસ્ટમની શરુઆત પણ આ નવા ફેરફારનો એક ભાગ છે. આ સમિતિ તે 25 સમિતિઓમાંથી એક છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય સ્તરે NCERT સાથે કામ કરી રહી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post