• Home
  • News
  • અમેરિકામાં કોરોનાગ્રસ્તની સંખ્યા 10 લાખની નજીક છે, ત્યારે ટ્રમ્પે પોતાને મહેનતુ ગણાવ્યા
post

અમેરિકામાં 24 કલાકમાં 1150 મોત થાય છે તો 26426 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે અમેરિકામાં મૃત્યુઆંક 55,415 થયો છે. જ્યારે કોરોનાગ્રસ્તની સંખ્યા 987,322 થઈ છે. સાજા થનારની સંખ્યા 118,781 છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 813,126 છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-27 11:08:20

અમેરિકાના કેટલાક રાજ્યોમાં પ્રતિબંધ હટી શકે છે

અમેરિકાના કેટલાક રાજ્યોમાં જેમ કે મિનિસોટા, કોલોરાડો, મિસિસિપી, મોંટાના અને ટેનેસીમાં પ્રતિબંધ હટાવવામાં આવશે.  એક રિપોર્ટ મુજબ રવિવારે ન્યૂયોર્ક પોલીસના 2 અધિકારીઓના મોત થયા હતા. અત્યાર સુધીમાં ન્યૂયોર્કમાં કુલ 37 પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા છે 

 

ટ્રમ્પે પોતાને કપરા કામ કરનારા રાષ્ટ્રપતિ ગણાવ્યા

મીડિયા પર ખોટા સમાચારનો આક્ષેપ લગાવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોજની કોરોના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવાનું બંધ કરી દીધુ છે. તેમજ ટ્વીટ કરીને પોતાને સૌથી વધારે મહેનતુ ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે ઈતિહાસના જાણકારો કહે છે કે તેઓ ઈતિહાસમાં કપરા કામ કરનારા રાષ્ટ્રપતિ છે. તે વિશે તો હું નથી જાણતો પણ હા હું સૌથી વધારે  મહેનતુ  પ્રેસિડન્ટ છું.

 

ટ્રમ્પે 2 દિવસથી પ્રેસ કોન્ફરન્સ બંધ કરી છે

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના કીટાણુનાશક ઈન્જેક્શનની વાતથી થયેલા વિવાદ બાદ તેમણે ટ્વીટ કરીને કોરોના વાયરસ પર રોજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરવી જરુરી નથી. એમ કહ્યું છે.  ટ્રમ્પે લખ્યું છે કે વ્હાઈટ હાઉસ પ્રેસ કોન્ફરન્સનો શુ હેતુ છે જ્યારે પારંપરિક મીડિયા ફક્ત પ્રતિકુળ પ્રશ્ન કરે છે અન પછી સત્યતા જોવા તથ્યોને સાચા સાચા સામે રાખવાની ના પાડી દે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને સારા રેટિંગ મળી જાય છે અને અમેરિકન લોકોને ખોટા સમાચાર મળે છે. આ સમય અને પ્રયત્નોની બરબાદી છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post