• Home
  • News
  • તસવીરો બ્લેક એન્ડ વ્હાઈટમાંથી કલરફૂલ થઈ ગઈ, પરંતુ હિજરતની આપત્તિના રંગ 73 વર્ષમાં હજુય ના બદલાયા
post

મજૂરોની હિજરતની આ તસવીરો દેશના ભાગલાની યાદ અપાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 10:37:18

રાંચી: દેશભરના રસ્તા પર આજે એક જ તસવીર દેખાય છે. મગજમાં મજબૂરીનો બોજ અને પેટમાં ભૂખ સાથે મજૂરો દેશના આર્થિક કેન્દ્રો પરથી પોતપોતાના ગામ પાછા જઈ રહ્યા છે. સરકારી વ્યવસ્થાના દાવા છતાં તેઓ બસો, ટ્રેનોના બદલે રસ્તા પર પગપાળા અથવા ટ્રકો- લૉડિંગ વાહનોમાં વધુ દેખાઈ રહ્યા છે. તેઓ અકસ્માતોના શિકાર પણ બની રહ્યા છે. આમ છતાં, તેમના પગ થંભી નથી રહ્યા. ટ્રકમાં જાનવરોની જેમ ભરીને ઠૂંસેલા માણસો દેશભરના રસ્તા પર નજરે પડી રહ્યા છે. મજૂરો અને તેના પરિવારોથી ભરેલી આ ટ્રક મહારાષ્ટ્રથી નીકળી હતી. મજૂરોએ ઝારખંડના હજારીબાગ પહોંચવાનું હતું, જ્યારે ટ્રક રાંચી સુધી ગઈ હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post