• Home
  • News
  • વડાપ્રધાને ‘પીએમ સૂર્ય ઘર’ યોજનાની કરી જાહેરાત, દર મહિને 300 યૂનિટ વીજળી મફત મળશે
post

રૂફટૉપ સોલાર સિસ્ટમ દ્વારા વીજળી પહોંચાડવામાં આવશે, જેનાથી દર મહિને 300 વીજળી મફત અપાશે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-13 19:23:14

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 75000 કરોડના રોકાણ હેઠળ એક કરોડ ઘરો પરના રૂફટૉપ સોલાર સિસ્ટમ દ્વારા વીજળી પહોંચાડવામાં આવશે, જેનાથી દર મહિને 300 વીજળી મફત અપાશે.


યોજનાથી લોકોની આવત વધશે

તેમણે કહ્યું કે, જમીની સ્તરે રૂફટૉપ સોલાર સિસ્ટમ લોકપ્રિય બનાવવાથી લઈને પ્રમોટ કરવા માટે શહેરી સંસ્થાઓ અને પંચાયતોને પ્રોત્સાહન અપાશે. આ ઉપરાંત યોજનાથી લોકોની આવક વધારવામાં પણ મદદ મળશે, વીજ બિલ ઘટશે અને રોજગારની નવી તકો ઉભી થશે.

પીએમની યુવાનોને અપીલ

તેમણે સોલર પાવરને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિકાસને ગતિ આગળ વધારવા યુવાઓને ખાસ અપીલ કરી છે. તેમણે પોતાના ઘરો ધરાવતા ગ્રાહકો પીએમ સૂર્ય ઘર - મફત વીજળી યોજનાને મજબૂત કરવા અને યોજનાનો લાભ લેવા માટે pmsuryaghar.gov.in પર અરજી કરવા અપીલ કરી છે.

નાણામંત્રી નિર્મલા સિતારમણે એક ફેબ્રુઆરીએ વચગાળાના બજેટ (Budget 2024)માં રૂફટૉપ સોલાર (Rooftop Solar System) અને મફત વીજળી યોજના (Free Electricity Scheme)ની જાહેરાત કરતા કહ્યું હતું કે, આ યોજના દ્વારા એક કરોડ ઘરોને દર મહિને 300 યૂનિટ વીજળી મફત આપી શકાશે તેમજ યોજનાથી એક કરોડ પરિવારને વાર્ષિક 15થી 18 હજાર કરોડ રૂપિયાની બચત થશે અને તેઓ વધારાની વીજળી પાવર વીજળી વિતરણ કંપનીને વેંચી શકશે. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ સાંજે જાહેરાત કરી હતી કે, અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટૉપ લગાવવાના લક્ષ્ય સાથે ‘વડાપ્રધાન સૂર્યોદય યોજના’ લોન્ચ કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post