• Home
  • News
  • વડાપ્રધાને પોપ ફ્રાન્સિસને ભારત આવવા માટે આપ્યું આમત્રણ; 20 મિનિટ સુધી નક્કી કરવામાં આવેલી મુલાકાત 1 કલાક સુધી ચાલી
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીમાં રોમની મુલાકાત લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-30 16:16:46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસનો બીજો દિવસ છે. શનિવારે પ્રધાનમંત્રી મોદી પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરવા માટે વેટિકન સિટી પહોંચ્યા હતા. અહી પ્રધાનમંત્રી મોદીએ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવા માટે આમત્રણ આપ્યું છે. પોપ ફ્રાન્સિસ સાથે મોદીની આ પ્રથમ મુલાકાત હતી.

મોદી અને પોપ સાથેની મુલાકાત દરમિયાન બંને વચ્ચે જળવાયુ પરીવર્તન, ગરીબી અને દુનિયાને વધુ સારી બનાવવા બાબતે વાતચીત થઈ હતી. પ્રધાનમંત્રી મોદી અને પોપ વચ્ચેની 1 કલાક સુધી બેઠક ચાલી હતી,જ્યારે મુલાકાતનો સમય 20 મિનિટ જ નક્કી કરવામાં આવ્યો હતો. જણાવીએ કે વેટિકન સિટીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ મોદી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પીએત્રો પેરોલિન સાથે પણ મુલાકાત કરી હતી. પોપ સાથેની બેઠક વિદેશ મંત્રાલય તરીકે વડાપ્રધાનના સત્તાવાર કાર્યક્રમનો ભાગ ન હતી. આ અંગે કોઈ માહિતી આપી ન હતી. પોપનો અંતિમ ભારત પ્રવાસ વર્ષ 1999માં થયો હતો જ્યારે અટલ બિહારી વાયપેયી વડાપ્રધાન હતા અને પોપ જોન પોલ દ્વિતિય ભારત પ્રવાસે આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post